તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રી:પ્રથમ નોરતે માઇ મંદિરોની 3 તસવીર / ક્યાંક સંયમ... ક્યાંક પાબંધી અને ક્યાંક અતિરેક...

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રીના પ્રથમ દિવસે શહેરના માંડવી સ્થિત મહાકાળી મંદિરે સવારથી ભક્તો દર્શનાર્થે ઊમટ્યાં હતાં. પૂજારીઓ દ્વારા ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. જેને પગલે લોકોએ શિસ્તબદ્ધ રીતે અંતર રાખી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

કારેલીબાગના બહુચરાજી માતાજીનુ મંદિર
કારેલીબાગના બહુચરાજી માતાજીનુ મંદિર

કારેલીબાગના બહુચરાજી માતાજીના મંદિરને ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેતાં મંદિર બહાર પતરાં મારી દેવાયાં હતાં. દર્શન કરવા આવેલા ભક્તો પહેલા દિવસે બપોર સુધી મંદિર બહાર મુકાયેલી સ્ક્રિન પર માતાજીનાં દર્શન કરી શક્યાં ન હતાં.

અંબા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અંબા માતાના દર્શન કરવા માટે પહોચ્યાં
અંબા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અંબા માતાના દર્શન કરવા માટે પહોચ્યાં

નોરતાના પહેલા દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અંબા માતાના દર્શન કરવા માટે પહોચ્યાં હતાં. જેને પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. મંદિરની બહાર ભક્તોની ભીડ જોવા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો