તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્માંતરણ કેસ:સલાઉદ્દીનની સાથે સંપર્કમાં રહેલા ભૂજના 3 શખ્સની પૂછપરછ કરી, છ મસ્જિદો માટે 40 લાખનું ભંડોળ અપાયું હતું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ
  • સલાઉદ્દીનના સંપર્કમાં કેવી રીતે આવ્યાં ? તેની તપાસ કરાશે

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં સલાઉદ્દીન શેખે તેના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના બેંક ખાતામાં મેળવેલી દાનની રકમમાંથી 40 લાખ મોકલાવી કચ્છના ભૂજમાં 6 મસ્જિદો બનાવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી પોલીસની એક ટીમ સલાઉદ્દીનના સાગરીત હુસેન મનસુરીને સાથે રાખી તપાસ માટે ભૂજ પહોંચી હતી અને ભૂજમાં બનાવાયેલી 6 મસ્જિદો સાથે સંકળાયેલા 3 શખ્સોની ઉંડી પુછપરછ કરીને તેઓ કઇ રીતે સલાઉદ્દીનના સંપર્કમાં આવ્યા હતા અને સલાઉદ્દીને કેટલી રકમ મોકલી હતી તે સહિતના મુદ્દા પર પોલીસે માહિતી મેળવી હતી.

હાલ આ ચકચારી બનાવની તપાસ એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણની આગેવાનીમાં બનેલી એસઆઇટી દ્વારા થઇ રહી છે. સલાઉદ્દીનના સાગરીત હુસેન મનસુરીને સાથે રાખી પોલીસની એક ટીમ રવિવારે સાંજે ભૂજ પહોંચી હતી પોલીસે મુઝીબ અલીમહંમદ મેમણ (રહે, મેમણ કોલોની, સુરલ બીટ તા.ભૂજ) તથા ઉમર ઉર્ફે મુસ્તાક રહેમતુલ્લા મેમણ (રહે, ભીડનાકા બહાર, ભૂજ) અને મહંમદ મુસ્તાક બચુભાઇ શેખ (રહે, ભીડનાકા બહાર, સીતારા ચોક)ની પુછપરછ કરીને કઇ મસ્જિદ તૈયાર કરવામાં સલાઉદ્દીન તરફથી કેટલી રકમ મોકલાઇ હતી અને તેઓ કઇ રીતે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ભૂજની તપાસ પુર્ણ કરી એસઆઇટી વડોદરા પરત ફરશે તેમ પોલીસે જણાવ્યું હતું.

દુબઇના મુસ્તુફા શેખના આંટાફેરાની તપાસ
પોલીસે જણાવ્યું હતું કે ધર્માંતરણ અને ફન્ડીગના મામલામાં સલાઉદ્દીન શેખે કરેલા નાણાંકીય વ્યવહાર સહિતના વિવિધ મુદ્દા પર પોલીસે બુધવારે આ કેસમાં સલાઉદીન સાથે સંકળાયેલા 4 શખ્સના સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન લીધા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, દુબઇથી હવાલા દ્વારા 60 કરોડ મોકલાયા હતા. દરિમયાન દુબઇનો મુસ્તુફા શેખનાે વ્યક્તિ મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યો હોવાનું ધ્યાનમાં આવતા પોલીસ આ મુદ્દાની પણ તપાસ કરી રહી છે.

ભૂજના ત્રણ શખ્સની ભુમિકાની તપાસ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ભૂજના મુજીબ મેમણ કરીયાણાના વેપારી છે અને તે મસ્જીદના સંચાલન સાથે સંકળાયેલા હતા જયારે અન્ય ઉમર ઉર્ફે મુસ્તાક મેમણ તથા મુસ્તાકશેખ છેલ્લા 21 વર્ષથી સમગ્ર વિસ્તારમાં દર મહિને ચારથી પાંચ લાખની રાશન કીટ આપતા હોવાનું અને તેઓ પણ મસ્જીદના સંચાલન સાથે સંકલાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...