તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દુકાનમાં શટર બંધ કરી 25થી વધુ ગ્રાહકોને ભેગા કરનાર 3 ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધમાકા શૂઝ દુકાનમાં શટર બંધ કરી ગ્રાહકો ભેગાં કરનાર દુકાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ધમાકા શૂઝ દુકાનમાં શટર બંધ કરી ગ્રાહકો ભેગાં કરનાર દુકાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પાણીગેટ ધમાકા શૂઝની દુકાનનો માલિક દુકાન બંધ કરી અંદર ગ્રાહકો બોલાવી વેપાર કરતાં ઝડપાયો હતો. પીસીબીએ મંગળવારે સાંજે બાતમીના આધારે દુકાનમાં દરોડો પાડતાં 25 જેટલા ગ્રાહકોની ભીડ હતી. પોલીસે દુકાન માલિક અને કર્મચારી સહિત 3 વ્યક્તિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

પીસીબી પીઆઈ જે.જે.પટેલે જણાવ્યું કે, બાતમીના આધારે પોલીસ પાણીગેટની ધમાકા શૂઝ દુકાન પાસે પહોંચી હતી. દુકાનનું શટર બંધ હતું અને એક વ્યક્તિ ઊભો હતો. તેને શટરનું તાળું ખોલવા જણાવ્યું હતું. તેણે તાળું ખોલતાં દુકાનમાં 20થી 22 ગ્રાહક હતા. પોલીસને જોતાં ગ્રાહકો પણ ગભરાઈ ગયા હતા. ગાઈડ લાઈનનો ભંગ કરનાર દુકાન માલિક અને કર્મી આરીફ અબ્દુલગની મેમણ (મેમણ કોલોની, આજવા રોડ), આદિલ મહંમદ પીંજારી (જીઈબી ઓફિસની બાજુમાં, માંડવી), સાહિલ હનીફ અરબ (રાજપુરાની પોળ, માંડવી)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...