તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:વડોદરાની સયાજી હોસ્પિટલમાં 3 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું, 2650 લિટર દૈનિક લિક્વિડ ઓક્સિજનનુ ઉત્પાદન થશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ત્રણ ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટનું લોકોર્પણ કરવામાં 
આવ્યું હતું - Divya Bhaskar
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ત્રણ ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું
  • નવા 3 ઓક્સિજન પ્લાન્ટ થકી 250થી વધુ દર્દીઓને ઓક્સિજન મળી રહેશે

કોરોના વાયરસની સંભંવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ત્રણ ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોથી આશરે 2650 લિટર દૈનિક લિક્વિડ ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવશે. જેનાથી 250 કરતા વધુ દર્દીઓની જરૂરિયાત સંતોષી શકાશે.

DRDO 1 હજાર લિટર ઉત્પાદન ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે
ઓક્સિજન પ્લાન્ટનુ લોકોર્પણ કરતા સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું કે, ત્રણ દાતાઓના સહયોગથી 2650 લિટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતાના ત્રણ પ્લાન્ટને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેનાથી સયાજી હોસ્પિટલે ઓક્સિજન જરૂરિયાતને પહોંચી વળવા માટે અંશત: આત્મનિર્ભર બન્યુ છે. ઉપરાંત આગામી સમયમાં વધુ એક 1 હજાર લિટર ક્ષમતાનો ઓક્સિજન ઉત્પાદનનો પ્લાન્ટ DRDO દ્વારા સયાજી હોસ્પિટલના પરિસરમાં ઉભો કરવામાં આવશે. જેથી કોરોના વાયરસની સંભંવિત ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત ઉપરાંત અન્ય બિમારીથી પીડિત દર્દીઓની સારવારમાં આ ઓક્સિજનનો પ્લાન્ટ ઉપયોગી બની રહેશે.

ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોથી આશરે 2650 લિટર દૈનિક લિક્વિડ ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવશે
ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોથી આશરે 2650 લિટર દૈનિક લિક્વિડ ઓક્સિજનનુ ઉત્પાદન કરવામાં આવશે

2650 એલ.એમ.પી.ની દૈનિક ઓક્સિજન ઉત્પાદન થશે
સયાજી હોસ્પિટલના પરિસરમાં નિર્મિત કુલ 2650 એલ.એમ.પી.ની દૈનિક ઓક્સિજન ઉત્પાદક ક્ષમતા ધરાવતા ત્રણ પ્લાન્ટ કિરી એન્ડ લોંસન ઉદ્યોગ સમૂહ, એલ.એન્ડ ટી.અને વીવાયઓના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના લોકોર્પણમાં તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર, મુખ્ય વહીવટદાર અશોક પટેલ, સલાહકાર ડો. મીનુ પટેલ, મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકર, કાઉન્સિલર ડો. શીતલ મિસ્ત્રી ડેપ્યુટી વહીવટી નોડલ અધિકારી ડો. બેલીમ અને દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓની જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ સહિતના તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવા 3 ઓક્સિજન પ્લાન્ટ થકી 250થી વધુ દર્દીઓને ઓક્સિજન મળી રહેશે
નવા 3 ઓક્સિજન પ્લાન્ટ થકી 250થી વધુ દર્દીઓને ઓક્સિજન મળી રહેશે
ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત ઉપરાંત અન્ય બિમારીથી પીડિત દર્દીઓની સારવારમાં આ ઓક્સિજનનો પ્લાન્ટ ઉપયોગી બની રહેશે
ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત ઉપરાંત અન્ય બિમારીથી પીડિત દર્દીઓની સારવારમાં આ ઓક્સિજનનો પ્લાન્ટ ઉપયોગી બની રહેશે
અન્ય સમાચારો પણ છે...