તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઘરફોડ ચોરી કરતી ટોળકીના 3 ઝડપાયા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વારસિયા વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચોરી અંગે વારસિયા પોલીસના પીઆઈ કે.એન.લાઠિયાએ તપાસ શરુ કરી હતી. જેમાં બાતમીના આધારે પોલીસે સની વિઠ્ઠલ પવાર તથા જય કિશન ઉર્ફે ક્રિષ્ના ભરત દરબાર અને ગોવિંદ મનોજ ચૌહાણ ને ઝડપી લીધા હતા .જ્યારે તેમનો સાથીદાર પ્રકાશ વિજય રાજપુત ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્રણેની પૂછપરછ કરતાં તેમણે વારસિયા હરણી અને ફતેગંજ વિસ્તારમાંથી બાઈકની ચોરી કર્યા બાદ ઘરફોડ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું આ ટોળકી રાત્રે બાઇકની ચોરી કર્યા બાદ તેનો ઉપયોગ કરીને ઘરફોડ ચોરી કરતા હતા અને ચોરી કર્યા બાદ બાઇક કોઈ અવાવરું જગ્યાએ મુકી દેતા હતા. પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને ત્રણ બાઈક સહિત 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો