• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 3 New Cases Were Reported In Last 36 Hours, A Total Of 39 People Were Quarantined, Only 2963 People Were Vaccinated In One Day In Vadodara

કોરોના વડોદરા LIVE:વડોદરામાં છેલ્લા 36 કલાકમાં નવા 3 કેસ નોંધાયા, કુલ 39 લોકો ક્વોરન્ટીન, એક દિવસમાં માત્ર 2963 લોકોનું રસીકરણ થયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા 15ની છે, જે પૈકી 13ની સ્થિતિ સ્ટેબલ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 72,025 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાના ગોત્રીમાં 2 સહિત 3 નવા કેસ નોંધાયા
રવિવારે શહેરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા હતા. જેમાં ગોત્રી, મકરપુરા, સોમા તળાવ, વારસીયાનો સમાવેશ થાય છે. શહેરમાં 400 કરતાં વધુ ટેસ્ટિંગે એક પોઝિટિવ નોંધાઇ રહ્યો છે. શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા 15ની છે, જે પૈકી 13ની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે એકને ઓક્સિજન અને એક દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લેતા 6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

શહેરમાં રવિવારે માત્ર 2963 લોકોનું રસીકરણ
રવિવારે વડોદરા શહેરમાં માત્ર 2963 લોકોનું જ રસીકરણ શક્ય બન્યું હતું. દિવસભર માત્ર એક જ પ્રકારની રસી કોવિશિલ્ડ જ આપવામાં આવી હતી. 18થી 44 વર્ષના વય જૂથમાં 2119 એટલે કે કુલ રસીકરણના 71 ટકા રસીકરણ આ જૂથનું જ થયું હતું. આ ઉપરાંત 18 હેલ્થકેર વર્કર અને 36 ફ્રન્ટ લાઇન વર્કરને રસીના ડોઝ આપવામાં આવ્યાં હતા. જ્યારે 45થી 60 વર્ષની વચ્ચેના વયના 465 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વડોદરાવાસીઓને 19,49,286 રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે. સૌથી વધુ રસીકરણ 45થી 60 વર્ષના વયજૂથમાં એટલે કે આ વયજૂથમાં અત્યાર સુધી 6,86,350 રસીઓ અપાઇ ચૂકી છે.

વડોરામાં અત્યારસુધીનું રસીકરણ : 19,49,286 રસી પહેલો ડોઝ : 1484726 રસી બીજો ડોઝ : 664560

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,767 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,021 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9674 પશ્ચિમ ઝોનમાં 11,974, ઉત્તર ઝોનમાં 11,785, દક્ષિણ ઝોનમાં 11,789, વડોદરા ગ્રામ્યમાં 26,767 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
ગોત્રી, મકરપુરા, સોમા તળાવ, વારસીયા.

અન્ય સમાચારો પણ છે...