કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 8 કેસ, ગ્રામ્યમાં એક પણ નહીં, વધુ 2 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયો હતો. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,079 પર પહોંચી ગઇ છે. વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,290 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 32 ઉપર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 32 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં જેતલપુર, વડસર, એકતાનગર, સુભાનપુરા અને દિવાળીપુરા વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં 6, ઉત્તર ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...