તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 4 પોઝિટિવ, વધુ 3 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,983 થયા, કુલ 71,344 દર્દી રિકવર થયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં હાલમાં એક્ટિવ દર્દીઓ માત્ર 15 જ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,983 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,344 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

કોરોનાના વધુ 4 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 4 કેસ નોંધાયા છે. બુધવારે 1,311 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. બુધવારે સારવાર લઈ રહેલા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 5 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,344 પર પહોંચ્યો છે. શહેરના મકરપુરા અને વાસણા રોડ અને વડોદરા ગ્રામ્યમાં ભાયલીમાં એક કેસ નોંધાયો હતો.

બુધવારે 13,017 લોકોનું રસીકરણ કરાયું
વડોદરા શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 1,590 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 8,110 લોકોએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 6,73,815 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 1,70,735 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. બીજી તરફ શહેરમાં 25 હેલ્થકેર વર્કરોએ રસીનો પહેલો ડોઝ અને 30 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. જ્યારે 385 ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને 284 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે. બુધવારે 60 કરતા વધુની ઉંમર વાળાએ 159 લોકોએ પહેલો ડોઝ અને 653 લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષના 362 લોકોએ પહેલો ડોઝ અને માત્ર 1,419 લોકોએ રસીનો બીજો રોઝ મૂકાવ્યો હતો.બુધવારે શહેરમાં કુલ 13,017 લોકોએ રસી મૂકાવી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,762 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,983 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9667 પશ્ચિમ ઝોનમાં 11,958, ઉત્તર ઝોનમાં 11,778, દક્ષિણ ઝોનમાં 11,782, વડોદરા ગ્રામ્યમાં 26,762 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
મકરપુરા, વાસણા રોડ

ગ્રામ્ય: ભાયલી.

અન્ય સમાચારો પણ છે...