કોરોના વડોદરા LIVE:12 દિવસ બાદ કોરોનાના ફરી 3 કેસ નોંધાયા, શહેરમાં માત્ર 12 કલાકમાં જ 50,850 લોકોએ રસી મુકાવી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 45,113 અને ગ્રામ્ય વિસ્તારમાં 26,772 પોઝિટિવ કેસ આવ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,085 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,450 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં રવિવારે 12 દિવસ બાદ 3 નવા કેસ નોંધાયા હતા. આ કેસો માંજલપુર અને ભાયલીમાં આવ્યા હતા. રવિવારે 2642 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં કુલ 26,772 પોઝિટિવ કેસ આવ્યા
હાલમાં વડોદરા શહેર-જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 12 છે, જેમાંથી એક ઓક્સિજન પર છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 2ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં શહેરમાં ક્વોરન્ટાઇન વ્યક્તિઓની સંખ્યા 29 છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 45,113 અને ગ્રામ્ય વિસ્તારમાં 26,772 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે વડોદરામાં જે જિલ્લા બહારના લોકોના ટેસ્ટિંગ થયા હતા તે પૈકી પોઝિટિવ આવેલા લોકોની સંખ્યા 36ની છે. રવિવારે એસએસજી અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

શહેરમાં 12 કલાકમાં જ 50,850 લોકોએ રસી લીધી
વડોદરા શહેરમાં રવિવારે યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પમાં સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 50,850 લોકોએ રસી લીધી હતી. રાજ્યના વેક્સિનેશનમાં વડોદરા બીજા નંબરે આવ્યું છે. 46 હજારના ટાર્ગેટ સામે 50,850ને રસી મૂકાઈ હતી. જેમાં 8810 લોકોને પ્રથમ ડોઝ અને 42,040 લોકોને બીજો ડોઝ અપાયો હતો. જે પૈકી 27,980 પુરુષ અને 22,870 મહિલા સામેલ હતી.આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે યોજાયેલા કેમ્પમાં 90.60% રસીકરણ થયું હતું, જ્યારે બીજા ડોઝનું 69 ટકા રસીકરણ નોંધાયું હતું.

ગ્રામ્યમાં 37,700 લોકોએ રસી લીધી
બીજી તરફ જિલ્લામાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 37,700 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને કહ્યું હતું. જેમાં કુલ 5502 લોકોએ પહેલો ડોઝ લીધો હતો, જ્યારે 32,234 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.

મેયરે રસીનો પ્રથમ ડોઝ લીધો
શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાએ રવિવારે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સુભાનપુરા અતિથિગૃહ ખાતે મુખ્ય આરોગ્ય અમલદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં તેમણે પ્રથમ ડોઝ લેતાં જણાવ્યું હતું કે, કોરોનાને પગલે તેમણે જે તે સમયે રસી લીધી નહોતી, એન્ટીબોડીનો ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ 6 મહિના બાદ એન્ટીબોડી ઘટતી હોવાને પગલે રસીકરણ કરાવ્યું છે.

ડેન્ગ્યૂના 20 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં રવિવારે ડેન્ગ્યૂના 20 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા હતા. શહેરના એસએસજી હોસ્પિટલમાં આ તમામ કેસ આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં હાલમાં આઇપીડીમાં 109 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ઓપીડીમાં ઇમર્જન્સી મેડિસિનમાં 241 કેસ આવ્યા હતા. શહેરના નવાપુરા, નવાયાર્ડ, રામદેવનગર અને તાંદળજા-ગોત્રી વિસ્તારમાં દરરોજ વિવિધ મચ્છરજન્ય રોગો ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મલેરિયા, તાવ અને ઝાડાઉલ્ટીના પણ કેસો આવી રહ્યાં છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
માંજલપુર

ગ્રામ્યઃ ભાયલી.

અન્ય સમાચારો પણ છે...