કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના વધુ 3 કેસ, ડેન્ગ્યુ- ચિકનગુનિયાનાના 54 નવા કેસ નોંધાયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધીમાં કુલ 71,455 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,090 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,455 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. બુધવારે કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

માંજલપુર વિસ્તારમાં 3 નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 3 નવા કેસ આવતા કુલ આંક 72,090 પહોંચ્યો છે. બીજી તરફ આજે 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં 12 લોકો સારવાર લઈ રહ્યા છે.

ડેન્ગ્યુના 44 નવા કેસ મળી આવ્યા
વડોદરા શહેરમાં બુધવારે ડેન્ગ્યુના 44 નવા કેસ મળી આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના પણ 10 નવા દર્દીઓ સામે આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે તાવના 801 અને ઝાડા ઉલ્ટીના 89 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે.

801 લોકોને તાવ હોવાનું સામે આવ્યું
વડોદરા શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 22 કેસ અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા હતા. ઝાડા ઉલ્ટીના વધુ 89 કેસ સામે આવ્યા હતા. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે 801 લોકોને તાવ હોવાનું સામે આવ્યું હતું.

એક જ દિવસમાં 1928 ઓપીડી નોંધાઈ
સયાજી હોસ્પિટલમાં એક જ દિવસમાં 1928 ઓપીડી નોંધાઈ છે. જેમાં મેડિકલ ઓપીડી 407 નોંધાઈ છે. પાલિકાની વિવિધ ટીમોએ 30 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરના પોરાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ 7 સ્કૂલ અને હોસ્ટેલમાં ચેકીંગ કરી એક સ્થળને નોટિસ આપવામાં આવી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
માંજલપુર.

અન્ય સમાચારો પણ છે...