• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 3 Minors Were Rescued From Child Labor In A Hotel In Vadodara, They Were Made To Work From Morning To Late Night For A Salary Of 5 Thousand.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની રેડ:વડોદરામાં હોટલમાં બાળ મજૂરી કરતા 3 સગીરને રેસ્ક્યૂ કરાયા, 5 હજાર પગારમાં સવારથી મોડી રાત સુધી કામ કરાવતા

વડોદરાએક મહિનો પહેલા
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ દ્વારા એક હોટલમાં બાળ મજૂરી કરતા ત્રણ સગીરોને રેસ્ક્યૂ કરી પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા છે.

5 હજારમાં સવારથી મોડી રાત સુધી કામ કરાવતા
વડોદરા શહેર વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, નવાયાર્ડ લોકો શેડ પાસે કુતુબ નામની હોટલમાં 3 બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે રેડ કરતા હોટલ કુતુબમાં કામ કરતા 10થી 13 વર્ષની ઉમંરના ત્રણ સગીર મળી આવ્યા હતા. ત્રણેય મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જેમાં એક તરુણે જણાવ્યું કે, તે પોતે આ હોટલમાં છેલ્લા એક મહિનાથી કામ કરે છે. બીજો કિશોર આ હોટલમાં છેલ્લા બે મહિનાથી કામ કરે છે અને ત્રીજો બાળક આ હોટલમાં છેલ્લા બે દિવસથી કામ કરે છે.

ત્રણેયે જણાવ્યું કે, તેઓ તમામ સવારે સાડા સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોટલમાં કામ કરે છે. જેમા બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યાની એમ ચાર કલાક માટે જમવાની તથા આરામ કરવાની રિસેસ આપે છે અને તેઓને માસીક 5 હજાર પગાર આપે છે તેમજ ત્રણ ટાઇમ જમવાનું આપે છે.

હોટલ માલિક સામે ગુનો દાખલ
હોટલ માલીકે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કર્યું હોવાથી કુતુબ હોટલના માલિક મહમદ આર્શદ અતાઉલ્લા ખાન (રહે. રોશન નગર, ડી-કેબીન રોડ નવાયાર્ડ ફતેગંજ વડોદરા) વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્રણેયને પરિવારના સભ્યોને સોંપાયા સગીરોનું રેસ્ક્યૂ કરીને એકને તેના કુટુંબી કાકા મહમદ સલમાન મોહમદ મતીન ખા હાલ (રહે-આશાકુંજ સો.સા. ડી-કેબીન રોડ નવાયાર્ડ ફતેગંજ વડોદરા), બીજાને તેની માતા નુરી બેગમ હસનેન રજા શેખ (હાલ રહે. ભન્ન ચાલ લોકો શેડ પાસે નવાયાર્ડ ફતેગંજ વડોદરા શહેર) તથા ત્રીજાને તેના જીજાજી સમીર રહેમુદ્દીન અંસારી (રહે. રોશન નગર, લોકો સેડ પાસે ડી-કેબીન રોડ નવાયાર્ડ, ફતેગંજ વડોદરા)ને સોંપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...