પ્લેસમેન્ટ:જોબ ફેરમાં 1500 વિદ્યાર્થીને 3 લાખથી 5 લાખ સુધીની ઓફર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકરોલ ખાતે કેમ્પમાં 4500 વિદ્યાર્થીએ ભાગ લીધો
  • આઇટી​​​​​​​ કંપની દ્વારા વિદ્યાર્થીને 10 લાખના પેકેજની ઓફર કરાઈ

બાકરોલમાં મેગા કેમ્પસ પ્લેસમેન્ટ ફેરમાં 4500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 1500ને નોકરીની ઓફર મળી હતી. જેમાં 3 લાખથી 5 લાખ સુધી પેકેજ ઓફર કરાયું હતું.

સરકારના રોજગાર લક્ષી પોર્ટલ અનુબંધમ, નેશનલ કરિયર સર્વિસ અને સીગ્મા ગ્રુપે સાથે મળીને મેગા જોબ ફેરનું આયોજન કર્યું હતું. જેમાં 141 કંપની આવી હતી, જેમાં સિગ્મામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તથા રોજગાર કચેરીમાં રજિસ્ટર્ડ નોકરી વાંચ્છુકો જોડાયા હતા.

ફેરમાં એપોલો ટાયર્સ, નિરમા, એમઆરએફ, બાંકો પ્રોડ્યૂકટ્સ ઇન્ડિયા, બન્ડી ઇન્ડિયા, રિષભ સોફ્ટવેર, સીએટ ટાયર્સ, ઍલમેક્સ ઇલેક્ટ્રિક, સાબિક ઇનોવેટિવ પ્લાસ્ટિક ઇન્ડિયા, શૈલી ઇન્જેરીનગ પ્લાસ્ટિક, હિટાચી એનર્જી, ગુજરાત લાઈફ સાયન્સ, સનફાર્મા, એપોલો ફાર્મસી, ભારત પેરેન્ટર્ન્સ, મેડકાર્ટ સહિતની કંપનીઓએ હાજર રહી યુવાનોને નોકરી આપી હતી.

જોબ ફેરમાં રોજગાર કચેરી દ્વારા નોંધાયેલ 3500થી વધુ યુવાનો તથા સિગ્મા ગ્રૂપમાં નોંધાયેલા 1 હજારથી વધુ યુવાનો જોડાયા હતા, જેમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓને ઓન ધી સ્પોટ નોકરી માટે ઓફર કરાઈ હતી. આઇટી કંપની દ્વારા વિદ્યાર્થીને 10 લાખના પેકેજની ઓફર કરાઇ હતી. જોકે ઓફર કરાયેલા વિદ્યાર્થીઓનો હજુ એક રાઉન્ડ કંપની ખાતે કરાશે.

અન્ય સમાચારો પણ છે...