આદેશ:સગીરા સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ સાથે 3 લાખનો દંડ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નની લાલચ આપીને આરોપી કિશોરીને ભગાડી ગયો હતો
  • બનાવમાં સંડોવાયેલા અન્ય ત્રણને નિર્દોષ છોડવાનો આદેશ

લગ્નના ઇરાદે સગીર કિશોરીને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી ન્યાયાધીશે 20 વર્ષની સજા તેમજ રૂા.10 હજારનો દંડ અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, વિશ્વામિત્રી બ્રિજની નીચે કાલીદાસની ચાલીમાં રહેતો વિપુલ ઉર્ફે ભજીયા લક્ષ્મણ ઠાકોર નામનો શખ્સ નવેમ્બર 2020માં 16 વર્ષની સગીર કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે રાવપુરા પોલીસે આરોપી વિપુલ સહિત ચાર આરોપીઓ સામે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની એક્ટ હેઠલ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એન.યુ.મકવાણા હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે આરોપી વિપુલ ઉર્ફે ભજીયાને દુષ્કર્મ કેસમાં અને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી 20 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

ન્યાયાધીશે બનાવમાં સંડોવાયેલા અન્ય તમામ ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આદેશ કર્યો હતો.ન્યાયાધીશે ભોગ બનનારી કિશોરીને વળતર પેટે રૂા.3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરી આ રકમ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસને વહેલી તકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

આરોપીએ કિશોરીના ભાઇને વોટ્સએપ પર ‘ સોરી ’લખેલો મેસેજ પણ કર્યો હતો
સગીર કિશોરીને ભગાડી જનાર આરોપીએ બોગ બનનારી કિશોરીના ભાઇને વોટ્સએપ પર ‘ સોરી ’ એવો મસેજ પણ કર્યો હતો. યુવતીને આરોપી મોડી રાત્રે લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો અને વિવિધ જગ્યાએ શોધોખળ કરવા છતાં કિશોરી ન મળતાં ફરિયાદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...