મારામારી:ખાદ્યચીજો પૂરતી ન હોવાનું કહી 3 કેદીઓનો જેલકર્મી પર હુમલો

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોઝા રાખનાર કેદીઓને ફ્રૂટ-દૂધ વહેંચવા ગયો હતો
  • ખાદ્યસામગ્રી ભરેલી લારી ઊંધી કરી દેવાનો પ્રયાસ

જેલમાં રોઝા રાખનારા કેદીઓ માટે ફ્રૂટ સહિતની વસ્તુ લઈને ગયેલા જેલકર્મી પર ખાદ્યસામગ્રી પૂરતી ન હોવાનું જણાવી હુમલો કરી ખાદ્યસામગ્રી ભરેલી લારી ઊંધી વાળવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રાવપુરા પોલીસે 3 કેદી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

સેન્ટ્ર્લ જેલના હવાલદાર હનીફ સમાની ફરિયાદ અનુસાર તેમને રમઝાનમાં જેલમાં રોઝા રાખતા કેદીઓ માટે વિવિધ સંસ્થાઓ તરફથી અપાતી સામગ્રી કેદીઓ સુધી પહોંચાડવાની કામગીરી જેલ પ્રસાશન તરફથી સોંપાઈ છે. 14 એપ્રિલે હવાલદાર સાંજે 4:30 વાગે જેલમાં રોઝા રાખનાર કેદીઓને ફ્રૂટ અને દૂધ વિતરણ કરવા યાર્ડ 9ની અંદરના ભાગે લારી લઈને પ્રવેશ કર્યો હતો. જેમાં રોઝા રાખનાર કેદીઓએ ખાદ્ય સામગ્રી પૂરતી ન હોવાનું જણાવી વિરોધ કર્યો હતો.

હવાલદારે કેદીઓને સમજાવ્યું કે, વસ્તુઓ સંસ્થા દ્વારા અપાઈ છે, છતાં પાકા કામના કેદી ઈરફાન સીરાજ ઘાંચી, કાચા કામના કેદી નઝીર હુસૈન ગુલામ હુસૈન સીંધી અને સીકંદર ઉર્ફે બંટી ઈબ્રાહીમ સંદીએ ફ્રૂટ-દૂધ મૂકેલી લારી ઊંધી વાળવાનો પ્રયાસ કર્યો હતો. કેદીઓએ હવાલદાર પર હુમલો કરી માથાના ભાગે મૂઢ માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...