સુરતનો ડ્રાઈવર 3 લોકોને લઈ વડોદરાથી અમદાવાદ અને ફરી વડોદરા લાવી દુમાડ ચોકડી પાસે રોકાયો હતો. ત્યારે તે 3 વ્યક્તિઓ તેની કાર લઈને ફરાર થઈ ગયા હતા. ડ્રાઈવરે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતના પલસાણામાં રહેતા દિલીપ નંગલીયાને શનિવારે ગણેશ મદનસિંહે ફોન કરી જણાવ્યું હતું કે વડોદરા જવાનું છે,
કડોદરા સીએનજી પેટ્રોલ પંપ આવી જજે. દિલીપભાઈ ત્યાં જતાં ગણેશ, પવન અને પ્રેમ સાથે આવ્યા હતા. કડોદરાથી સાંજે પોણા છ વાગ્યે તેઓ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે આવતા ગણેશે અમદાવાદના અસલાલી જવાનું જણાવતાં ત્યાં પહોંચ્યા હતાં.
જ્યાં ત્રણેય એક ઓફિસમાં ગયા બાદ પરત વડોદરા દુમાડ ચોકડી પહોંચ્યા હતાં અને ત્રણેય નીચે ઉતરી કોઈની રાહ જોઈ રહ્યા હતા. દિલીપભાઈ થોડી વાર માટે ગાડીની બહાર નીકળતાં ત્રણેય લોકો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. દિલીપભાઈ 100 નંબર પર ફોન કરી સમા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.