તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રો જ ચોર નીકળ્યા:વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 3 મિત્રોએ મિત્રના ઘરમાંથી 2 રજવાડી હારની ચોરી કરી, 2 લાખની સોનાની લગડી સાથે 3ની ધરપકડ

વડોદરા14 દિવસ પહેલા
પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ
 • સામાજિક પ્રસંગેથી ઘરે આવ્યા બાદ ડબ્બામાં સોનાના હાર મૂક્યા હતા, તહેવારમાં ચેક કરતા ન મળ્યા

એક મહિના પહેલા વડોદરા શહેરના પાણીગેટ બાવચાવાડ, વેરાઈમાતાના ટેકરા પરના મકાનના ધાબા ઉપર છતના હુક ઉપર ચૂંદડીમાં પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકેલા 2 લાખની કિંમતના સોનાના 2 રજવાડી હારની ચોરી કરનાર ફરિયાદીના ત્રણ મિત્રોને ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ત્રણેય મિત્રોએ હારની ચોરી કર્યા બાદ ઓગાળી કાઢેલી બે લગડીઓને પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તહેવારોમાં સોનાના હારની જરૂર પડતા ચેક કરતા ન મળ્યા
વડોદરાના વેરાઈમાતાના ટેકરા, બાવચાવાડ, પાણીગેટ ટેકરાવાળા મકાનમાં રહેતા જયેશ કનૈયાલાલ કહાર સહ પરિવાર રાજપીપળા સામાજિક પ્રસંગમાં સોનાના દાગીના પહેરી ગયા હતા. બીજા દિવસે સવારે પરત ફરી પહેરેલા દાગીના પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકી દીધા હતા. જ્યારે જયેશભાઈ કહારે દાગીના ભરેલ ડબ્બો માતાજીની ચુંદડીમાં બાંધી ધાબાના છતના હુકમાં ભરોવી મૂકી દીધા હતા, ત્યાર બાદ મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન દાગીના પહેરવાએ ડબ્બો નીચે ઉતારી તપાસ કરતાં દાગીના જણાઈ આવ્યા ન હતા. કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે જયેશભાઈ મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી સમય ન મળતા ફરિયાદ નોંધાવી ન હતી, છેવટે સોમવારે જયેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

2 લાખની સોનાની લગડી પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી
2 લાખની સોનાની લગડી પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરી

પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીને ઝડપી પાડ્યા
ફરિયાદના આધારે ડીસીબી પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રણ શંકાસ્પદ ઈસમો જેમાં સાગર કૈલાશભાઈ વાઘેલા ,રહે કહાર મહોલ્લો,પાણીગેટ , સચિન ઉર્ફે સન્ની દીપકભાઈ પરમાર રહે. મુસ્લિમ મેડિકલ સ્ટોર પાસે,ભોઈવાડા પાણીગેટ હીરાલાલ ઉર્ફે લાલા મનહરલાલ કહાર રહે.પાણીગેટ પોલીસ સ્ટેશન સામેની અટકાયત કરી ઝીણવટભરી પૂછપરછ કરતાં આ ત્રિપુટીએ એક મહિના પહેલા પોતાના મિત્ર જયેશ કહારના ઘરે ધાબાની છતના હુક ઉપર ચુંદડીમાં મુકેલ પ્લાસ્ટિકના ડબ્બામાં સોનાના 2 રજવાડી હારની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી, જ્યારે આ ત્રિપુટીએ બંને હારની ચોરી કર્યા બાદ તેને ઓગાળી લગડી બનાવી દીધી હતી.જેની કિંમત આશરે 2,00,000ની બે સોનાંની લગડીઓ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો