તકેદારી:3 ગાયમાં લમ્પીનાં લક્ષણ બાદ ઢોરવાડામાં ફોગિંગ, પાલિકાની ટીમો દ્વારા સતત મોનિટરિંગ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​પશુઓને કપૂરનું તેલ લગાવવા સહિતની સૂચના

પાલિકાના ખાસવાડી ઢોરવાડામાં શંકાસ્પદ લમ્પી સ્કિન ડિસીઝથી 3 ઢોર સંક્રમિત જણાતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમોએ ત્રણેય ઢોર ડબ્બામાં ફોગિંગ સહિતની કામગીરી કરી છે. રાજ્યમાં હાહાકાર મચાવનાર લમ્પી સ્કિન ડીસીઝ શહેર-જિલ્લાના પશુઓમાં દેખાતાં તંત્ર એલર્ટ મોડ પર છે.

ખાસવાડી ઢોર ડબ્બામાં 3 ગાયોમાં શંકાસ્પદ લમ્પી સ્કિન ડિસીઝના લક્ષણો જણાતાં ત્રણેય ગાયોને અલગ રખાઈ છે. તેમની જરૂરી સારવાર સાથે સતત દેખરેખ રખાય છે. બીજી તરફ પાલિકાના ઢોર ડબ્બાના 600 જેટલા પશુઓનું ટેસ્ટિંગ કરાયું છે. મંગળવારે પાલિકાની ટીમોએ ઢોર ડબ્બામાં ફોગિંગ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના નિર્દેશ મુજબ જિલ્લા અને શહેરનું આરોગ્ય તંત્ર પશુઓ પર સતત દેખરેખ રાખી રહ્યુ છે. સરકારની 1962 હેલ્પ લાઈનમાંથી મળતી માહિતી મુજબ આરોગ્યની ટીમ શંકાસ્પદ કેસોમાં પશુઓને કપૂરનું તેલ લગાવવા અને લીમડાનો ધુમાડો કરવા સહિતના સૂચનો આપી સારવાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...