હવે ઓઝોનમાંથી સેનિટાઇઝર બનશે:વડોદરાના 2 એન્જિનિયર અને 1 ડોક્ટરે ઓઝોન વાયુને પાણીમાં ભેળવી સેનિટાઇઝર કરતુ ડિવાઇઝ તૈયાર કર્યું, શરીરને નુકસાન પહોંચાડતુ નથી

વડોદરા8 મહિનો પહેલા
  • જાન્યુઆરી-2021થી ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા પર કામ શરૂ કરી દીધું હતું
  • પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ સાદા પાણીને મિનિટોમાં સેનિટાઇઝ કરીને કોઇપણ વસ્તુને જંતુરહિત કરી શકે છે

કોરોનાની મહામારીની શરૂઆત સાથે સેનિટાઇઝર દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયું છે, ત્યારે વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે શરીરને હાની ન પહોંચે તેવું પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું છે. આ ડિવાઇઝ દ્વારા સાદા પાણીને સેનિટાઇઝરમાં રૂપાંતર કરે છે. એન્જિનિયર મયંક અરગડેએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા સેનિટાઇઝર આલ્કોહોલમાંથી બનેલા હોવાથી ક્યારેક દુર્ઘટના સર્જી શકે છે. જ્યારે ઓઝોન વાયુ દ્વારા તૈયાર થતું સેનિટાઇઝર નુકસાન પહોંચાડતું નથી.

ઓક્સિજનને ઓઝોનમાં કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવી શકાય
મયંક અરગડેએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની શરૂઆત થઇ હતી, ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું હતું કે, ઓક્સિજનને ઓઝોનમાં કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવી શકાય છે. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ અમે દેશ-વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ અમે ઓક્સિજનમાંથી ઓઝોનને પાણીમાં ભેળવી સેનિટાઇઝર બનાવવાની શરૂઆત સપ્ટેમ્બર-2020માં કરી હતી. મારી સાથે એન્જિનિયર કશ્યપ ભટ્ટ અને ડો. રિદ્ધી પ્રજાપતિ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં જોડાયા છે.

જાન્યુઆરી-2021થી ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા પર કામ શરૂ કરી દીધું હતું
જાન્યુઆરી-2021થી ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા પર કામ શરૂ કરી દીધું હતું

ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા તૈયાર કરેલુ પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બજારમાં મુકીશું
મયંક અરગડેએ વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2021થી અમારી ટીમે ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ કન્વર્ટ કરીને સેનિટાઇઝર બનાવવા ઉપર કામ શરૂ કરી દીધું હતું અને એપ્રિલ-2021માં પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ તૈયાર કરી દીધું હતું. અમારી ટીમ દ્વારા ઓઝોનમાંથી તૈયાર કરવામાં આવેલા સેનિટાઇઝર અમે ખાનગી કોલેજની લેબોરેટીરમાં ટેસ્ટીંગ પણ કરાવ્યું છે. અમે લેબોરેટરીમાં અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉપકરણમાંથી ઓઝોન વાયુનું આઉટપુટ નીકળે છે, તેની તપાસ કરાવી છે. જેમાં અમોને સંતોષકારક પરિણામ મળતા અમારી ટીમનો ઉત્સાહ વધી ગયો છે. આવનારા દિવસોમાં અમે ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા માટે તૈયાર કરેલુ પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બજારમાં મુકીશું. આ ડિવાઇઝ ઇલેક્ટ્રીક દ્વારા સંચાલિત છે.

ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા માટે તૈયાર કરેલુ પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બજારમાં મૂકશે
ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા માટે તૈયાર કરેલુ પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બજારમાં મૂકશે

2 એન્જિનિયર અને એક ડોક્ટરે ઓઝોન વાયુને પાણીમાં ભેળવી સેનિટાઇઝર તૈયાર કર્યું
ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવા માટેનું ડિવાઇઝ તૈયાર કરનાર મયંક અરગડે, કશ્યપ ભટ્ટ અને ડો. રિદ્ધી પ્રજાપતિ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહે છે. કંઇક નવુ કરવા માટે ખેવના ધરાવતી આ ત્રિપુટીએ ઓક્સિજનમાંથી ઓઝોનવાયુ રૂપાંતરીત કરીને તૈયાર થતાં સેનેટાઇઝર અંગે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી શરૂઆત થઇ ત્યારે તબીબોની સલાહ મુજબ વારંવાર હાથ ધોવા માટે સેનિટાઇઝરથી હાથ ધોવાની સલાહ આપવામાં આવતી હતી. પરિણામે સેનિટાઇઝરની માંગમાં જબરજસ્ત વધારો થયો હતો. એક તબક્કે સામાન્ય ભાવમાં મળતું સેનિટાઇઝરના ભાવો પણ આસમાને પહોંચી ગયા હતા. કેટલાક ભેજાબાજોએ આરોગ્યને નુકસાન થાય તેવા ભેળસેળયુક્ત સેનિટાઇઝર પણ બજારમાં મૂકી દીધા હતા, ત્યારે લોકોને કોઇને નુકસાન ન પહોંચે તેવું અમે ઓઝોનમાંથી સેનિટાઇઝર બનાવવાનું નક્કી કર્યું હતું અને તે તૈયાર કરી દીધું છે.

આ ઉપકરણો ઓઝોન વાયુ પર આધારિત છે અને તેને પાણીમાં ઓગળી શકે છે
આ ઉપકરણો ઓઝોન વાયુ પર આધારિત છે અને તેને પાણીમાં ઓગળી શકે છે

પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ પાણીને સેનિટાઇઝ કરીને કોઇપણ વસ્તુને જંતુરહિત કરી શકે છે
ઓઝોન વાયુમાંથી કેવી રીતે સેનિટાઇઝર બનાવી શકાય તે અંગે મયંક અરગડેએ જણાવ્યું હતું કે, આ ઉપકરણો ઓઝોન વાયુ પર આધારિત છે અને તેને પાણીમાં ઓગળી શકે છે અને તેને શ્રેષ્ઠ હાનિકારક સેનિટાઈઝરમાં રૂપાંતરિત કરી શકે છે. ઇજનેરે દાવો કર્યો હતો કે, માર્કેટમાં જોવા મળતા સેનિટાઇઝર્સ આલ્કોહોલ આધારિત છે, જે ઉપયોગ કરતા વધારે નુકસાન પહોંચાડે છે અને આગનો ખતરો રહે છે. અને જ્યારે તે ખલાસ થાય છે, ત્યારે બજારમાંથી ખરીદવું પડે છે. જ્યારે અમારું ઉપકરણ કોઈપણ સાદા પાણીને મિનિટોમાં એક જંતુરહિત રૂમમાં રૂપાંતરિત કરી શકે છે, જે એક ચપટીમાં ફ્લોર અથવા કંઇક વસ્તુને શુદ્ધ કરી શકે છે.

વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે શરીરને હાની ન પહોંચે તેવું પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું છે
વડોદરાના એન્જિનિયર અને ડોક્ટર યુવાનોની ટીમે શરીરને હાની ન પહોંચે તેવું પોર્ટેબલ ઓઝોન ડિવાઇઝ બનાવ્યું છે
અન્ય સમાચારો પણ છે...