તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડોદરામાં ગોડાઉનમાંથી સુપર માર્કેટ સુધી પહોંચાડવાનો માલ સામાન સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ કંપનીના 3 કર્મચારીઓ ઝડપાયા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેમ્પોને પુરેપુરો ખાલી નહીં કરીને પોતાના ફાયદા માટે માલ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો - Divya Bhaskar
ટેમ્પોને પુરેપુરો ખાલી નહીં કરીને પોતાના ફાયદા માટે માલ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો

કોરોનાની મહામારીમાં ગોડાઉનમાંથી સુપર માર્કેટ સુધી પહોંચાડવાનો માલ સામાન સગેવગે કરનાર ટ્રાન્સપોર્ટ કંપનીના ત્રણ કર્મચારીઓની વડોદરા ક્રાઇમ બ્રાચે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પોને પુરેપુરો ખાલી નહીં કરીને પોતાના ફાયદા માટે માલ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો
વડોદરા શહેરના રિલાયન્સ મોલનો સામાન ગાજરાવાડી, ઇદગાહ મેદાનની સામે આવેલા મોનાલીસા એસ્ટેટમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં તેલના ડબ્બા સહિતનો સામાન મૂક્યો હતો. દરમિયાન શીવ શક્તિ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ દ્વારા ગોડાઉનમાંથી માલ ભરીને ઉંડેરા ખાતે આવેલા રિલાયન્સ મોલમાં ખાલી કરવાનો હતો, પરંતુ, ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓ દ્વારા ટેમ્પોને પુરેપુરો ખાલી નહીં કરીને પોતાના ફાયદા માટે માલ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો.

માલ સગેવગે કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસ ત્રાટકી
કર્મચારીઓ દ્વારા સત્યનારાયણ ટાઉનશીપ, હરિવદન રેસિડેન્સી સામે ખુલ્લી જગ્યાઓમાં કારમાં માલ સગેવગે કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસ ત્રાટકી હતી. પોલીસે આઇસર ચાલક આરીફ રહીમભાઇ શેખ(રહે, મહાદેવવાળું ફળિયું, ઉંડેરા,), મજુર સંજય રમેશભાઇ સોલંકી(રહે, લીમડીવાળું ફળીયું, ઉંડેરા), કાર ડ્રાઇવર સુનિલ મગનભાઇ વસાવા(રહે, લીમડીવાળું ફળિયું, ઉંડેરા)ની ધરપકડ કરી હતી.

પોલીસે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે ચોખા, તેલ, ઘી, ઠંડા-પીણા સહિત રૂ. 9.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...