દારૂની પાર્ટી પર રેડ:વડોદરાની બ્લ્યુ લગુન હોટલમાં ચાલતી મહેફિલ ઝડપાઈ, હોટલના જ 3 કર્મચારીઓ દારૂની બોટલ સાથે પકડાયાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • એક ભરેલી અને 2 ખાલી બોટલ પણ પોલીસે ઝડપી લીધી

વડોદરાના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી બ્લ્યુ લગુન હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યાં હતાં. જેમાં હોટલના જ ત્રણ કર્મચારીઓને ઝડપી પાડી દારૂની બોટલ અને મોબાઇલ ફોન મળી 30 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી.

હોટલના કર્મચારીઓ પાસેથી દારૂની બોટલો મળી આવી.
હોટલના કર્મચારીઓ પાસેથી દારૂની બોટલો મળી આવી.

પકડાયેલા આરોપી મૂળ ચેન્નાઈના
માંજલપુર પોલીસ મથકના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, એસ. એસ. નગરની બાજુમાં આવેલી બ્લુ લગુન હોટલના રૂમ નંબર 415 માં દારૂની મહેફિલ યોજાવાની છે. જેના આધારે પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાજ રાજા સેકર ,પ્રદીપ વી પી અને હરિબાબુ દિલ્હીમોહન (ત્રણેવ હાલ રહે - બલ્યુ લગુન હોટેલ ,તુલસીધામ ચાર રસ્તા પાસે, વડોદરા/ મૂળ રહે- ચૈન્નાઈ ) હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે બાતમી આધારે દોરૂની પાર્ટી ઝડપી.
પોલીસે બાતમી આધારે દોરૂની પાર્ટી ઝડપી.

30થી વધુની મત્તા કબ્જે કરાઈ
પોલીસે રૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, બે ખાલી બોટલ તથા 3 મોબાઇલ ફોન મળી કુલ 30,700ની મતા કબ્જે કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તહેવારની ઉજવણી સંદર્ભે આ મહેફિલ યોજી હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.