તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાંજો મૂકી વેપારીને ફસાવનાર 2 શખ્સોને 3 દિવસના રિમાન્ડ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રે જ વેપારીને ફસાવી દેવા કારસો રચ્યો હતો

ધંધાની હરીફાઇમાં વેપારીને નાર્કોટિક્સના ગુનામાં ફસાવી દેવા વેપારીની દુકાનના ધાબે ગાંજો મૂકી પોલીસને બાતમી આપનાર આરોપી અમિત મિસ્ત્રી અને ગાંજો અપાવનાર રાકેશ બ્રહ્મભટ્ટની કરી શુક્રવારે કોર્ટમાં રજૂ કરીવધુ પુછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વાઘોડિયા રોડ આદિત્ય પેરેડાઇઝ બંગલોમાં રહેતા અમિત હસમુખ મિસ્ત્રીએ પોલીસને બાતમી આપી કે, સાંઢાસાલની ક્રિષ્ના એગ્રો સેન્ટરની દુકાનના ધાબા પર ગાંજો છુપાવેલો છે. જેથી પોલીસે રાજેશ પટેલની દુકાનના ધાબા પર તપાસ કરતાં દોઢ કિલો ગાંજો મળતા રાજેશ અને નોકર મુકેશ ગોહિલ સામે ગુનો નોંધ્યો હતો. તપાસમાં પોલીસને જાણ થઇ હતી કે, બાતમી આપનાર અમિત હસમુખ મિસ્ત્રીએ વેપારી રાજેશ પટેલ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પૈસા પાછા આપવા ન પડે તે માટે નાર્કોટિક્સના ગુનામાં પકડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. અમિત અને રાકેશના 3 દિવસના રિમાન્ડ મેળવાયા છે.

ત્રીજા આરોપીનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ
અમિત મિસ્ત્રીએ ડભોઇના રાકેશ ભટ્ટનો સંપર્ક કરી તેની મદદથી નસવાડીના રમીઝ મન્સુરી પાસેથી ગાંજો લાવી દુકાનના ધાબે છુપાવી દીધો હતો. પોલીસે અમિત મિસ્ત્રી અને રાકેશ ભટ્ટની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા અારોપી રમીઝ મનસુરીનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેને ક્વોરન્ટાઇન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...