તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી વેકેશન:પાલિકામાં 3 દિવસ રજા, અધિકારી મંજૂરી વિના હેડ કવાર્ટર નહીં છોડે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે પાલિકામાં 3 દિવસનું મિનિ વેકેશન પડી રહ્યું છે. જોકે રજાઓ દરમિયાન ખાતાના અધિકારીઓઅે પરવાનગી વગર વડોદરા છોડવું નહીં તેવો કમિશનરે આદેશ કર્યો છે. પાલિકામાં બીજા શનિવાર અને રવિવારની રજા છે અને સોમવારે સત્તાવાર જાહેર રજા છે, જેના કારણે 3 દિવસની રજા કર્મચારીઓને મળી રહી છે. તારીખ 14 થી 16 દરમિયાન કામકાજ બંધ રહેવાથી આવશ્યક સેવાને અસર ન થાય તે માટે કમિશનરે ધ્યાન રાખવા સૂચના આપી છે. ખાતાના અધિકારીઓએ કમિશનરની પરવાનગી સિવાય હેડ ક્વાર્ટર છોડવું નહીં અને અનિવાર્ય સંજોગોના કારણે હેડ ક્વાર્ટર છોડવું પડે તો કયા અધિકારી ચાર્જમાં રહે છે તે જણાવી મંજૂરી લઈ જ વડોદરા છોડે તેવો આદેશ જારી કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો