કોરોના વડોદરા LIVE:નવા 3 કેસ નોધાયા, 7 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરાયા, હોમ આઈસોલેશનમાં 37 વ્યક્તિઓ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં વડોદરામાં 16 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 3 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દિવસમાં 23 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,067 પર પહોંચી ગઇ છે. આજે વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,273 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 37 ઉપર સ્થિર છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 12 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં રામદેવનગર, જતેલપુર અને છાણીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોન 0, પશ્ચિમ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 1 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...