ગુજરાત સરકાર દ્વારા રિન્યૂએબલ વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જીયુવીએનએલ દ્વારા 500 મેગાવોટના સફળ ટેન્ડરને ફાઇનલ કરવામાં આવ્યું છે. આ મુજબ આદિત્ય બિરલા 300 મેગાવોટ, હિન્દુજા રિન્યૂએબલ્સ 120 અને એસજીવીએન 80 મેગાવોટ સહિત 500 મેગાવોટ રિન્યૂએબલ (સોલર) કેપેસિટી ઉમેરશે. આ કંપનીઓ દ્વારા જીયુવીએનએલને 2.30થી 2.31 રૂપિયે પ્રતિ યુનિટના ભાવે સોલર વીજળી પૂરી પાડશે.
શુક્રવારે હાથ ધરવામાં આવેલા રિવર્સ બિડિંગ ટેન્ડર પ્રક્રિયામાં આદિત્ય બિરલા અને હિન્દુજા રિન્યૂઅલબલ્સ રૂe. 2.30ના ભાવે અને એસજીવીએન 2.31 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે જીયુવીએનએલને વીજળી પૂરી પાડશે. આ ટેન્ડર ઉપરાંત જીયુવીએનએલ દ્વારા હાલ સુધી 5,050 મેગાવોટ કેપેસિટીના વીજક્ષેત્રે ટાઇઅપ કરવામાં આવ્યાં છે. જેનો ભાવ રૂ.1.99થી રૂ.2.80 પ્રતિ યુનિટ છે.
ઉલ્લેખનીય છે કે, ગત 16મી માર્ચના રોજ જીયુવીએનએલ દ્વારા 500 મેગાવોટ કેપેસિટીના ટેન્ડરમાં પણ 2.29નો ભાવ આવ્યો હતો. જીયુવીએનએલના મતે આ સિદ્ધિ માટે રાજ્ય સરકારની વીજ કંપનીઓની શાખ, ઊંચું રેટિંગ, સકારાત્મક વહીવટ અને સમયસર ચુંકવણીી જવાબદારીઓનું સંચાલન અને રાજ્યમાં પોલીસીની સ્થિરતા જવાબદાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.