સંક્રમણની મિસાઈલ ગતિ 281પોઝિટિવ:વડોદરામાં એક વર્ષથી નાનાં 3 બાળકો પોઝિટિવ 204 દિવસ બાદ કોરોનાથી પ્રથમ મોત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડિસેમ્બર મહિનાના 27 દિવસમાં નોંધાયા હતા તેટલા કેસ એક જ દિવસમાં
  • 947 એક્ટિવ કેસ પૈકી 831 દર્દીની ઘરે જ સારવાર, 116 દાખલ દર્દીમાંથી 3 વેન્ટિલેટર પર

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે શુક્રવારે પાછલા તમામ રેકોર્ડને બ્રેક કરતાં 281 નવા કેસ નોંધાયા હતા. જયારે 204 દિવસ પછી કોરોનાથી પ્રથમ મોત થયું હતું. છેલ્લે 17 જૂને કોરોનાથી સત્તાવાર મોત નોંધાયું હતું. ત્યાર પછી શક્રવારે નોંધાયે છે. શુક્રવારે આવેલા પોઝિટિવ દર્દીઓમાં એક વર્ષથી નાના 3 બાળકો અને દસ વર્ષ નાના 8 બાળકોનોદ સમાવેશ થાય છે. જોકે આરોગ્ય વિભાગ પાસે દસ વર્ષથી ઉપરના બાળકોનો કોઈ રેકોર્ડ ન હોવાથી તે સંખ્યા જાણી શકાઇ નથી.

દાંડિયાબજાર વિસ્તારની 51 વર્ષીય મહિલા ઉધસરની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું ગુરુવારે રાત્રે મોત થયું હતું. અા મહિલાનો અારટીપીસીઅાર રિપોર્ટ પોઝિટિવ અાવ્યો છે.જો કે મોત કોવિડથી થયુ છે કે કેમ તે કમિટી નક્કી કરશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 34 ધન્વંતરીરથ શરૂ કરી કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા હતા શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા 7574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે ગુરુવારની સરખામણીમાં 1680 ટેસ્ટ વધુ કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવાર કરતા 105 દર્દીઓ વધુ નોંધાયા હતા. શહેરમાં 947 અેક્ટિવ કેસ પૈકી 831 દર્દી હોમ અાઇસોલેશનમાં અને 116 દર્દી દવાખાનામાં દાખલ છે. જે પૈકી 3 વેન્ટીલેટર પર 46 દર્દી અોક્સિજન પર રખાયા છે.

સમગ્ર રાજ્ય સરકાર બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી ભીતિથી તે તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અોનલાઇન મિટિંગનું આયોજન કરી ખાનગી તબીબો સાથે પીડિયાટ્રીશિયનોને તૈયારી રાખવા અને આગામી સમયમાં વધુ પોઝિટિવ કેસ આવવાની શક્યતાઓ દર્શાવી હતી. આઇઆઇએમએના ગુજરાત રાજ્યના પ્રમુખ ડોક્ટર પરેશ મજમુદાર દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં બે હજાર જેટલા બાળકો માટેના બેડ હશે.

સરકારી સહિત 4 સ્કૂલના 4 શિક્ષકો અને સંત કબીર સ્કૂલનો ધો.6નો વિદ્યાર્થી સંક્રમિત
શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શાળાના વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સંત કબીર સ્કૂલના ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કરોડીયા પ્રાથમિક શાળા અને સવાદ કવાટર્સની શાળાના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી છે. બીજી તરફ માંજલપુરની મહાત્મા ગાંધી સ્કૂલ અને મકરપુરાની ન્યુ ઇરા સ્કૂલના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી છે.

બાળકો માટે 400 બેડની તૈયારી રાખી છે
ત્રીજી લહેરમાં બાળકો વધારે પ્રભાવિત થાય તેવી ચિંતા છે પરંતુ હાલના તબક્કે એક પણ બાળક દવાખાનામાં દાખલ નથી કોર્પોરેશન દ્વારા શહેરમાં બાળકો માટે 400 બેડ ની તૈયારી રાખી છે. > એસ. કે. પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...