LCBની કાર્યવાહી:ટેમ્પોમાં 3 લાખના દારૂની હેરાફેરી કરતાં 3 ઝડપાયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પાે સહિત રૂ.3,16,800નો મુદામાલ કબજે કરાયો

શહેરના કરજણ હાઇવે પર પોર ઇંટોલા પાસે જીલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે ટેમ્પામાં 3 લાખના દારુ અને ટેમ્પાનું પાયલોટીંગ કરી રહેલા શખ્સો સહિત 3 જણાને ઝડપી લીધા હતા. એલસીબી સૂત્રો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે દારુ ભરેલો એક ટેમ્પો વડોદરાથી કરજણ તરફ જઇ રહ્યો છે અને રીટઝ કાર તેનું પાયલોટીંગ કરી રહીછે. જેથી પોલીસે પોર ઇંટોલા ચોકડી પર વોચ ગોઠવી ટેમ્પો અને રીટઝ કારને ઝડપી લીધા હતા.

પોલીસે બંને વાહનોમાંથી સત્યનારાયણસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ, ભગવતસિંહ ભોપાલસિંહ રાણાવત અને મુકેશ દેવીલાલ પંચાલ (રહે, ત્રણેય રહે, રાજસ્થાન)ને ઝડપી લઇ ટેમ્પાની તલાશી લેતાં તેમાંથી દારુના 3168 પાઉચ (કિંમત 316800 રુપીયા) તથા 3 મોબાઇલ મળીને 731800 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની ગહન તપાસમાં આ શખ્સો નારાયણસિંગ ભવાનીસીંગ રાવ ને આપવા જતા હોવાનું બહાર આવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...