ધરપકડ:ઓનલાઇન ફેક કંપની બનાવીને ઠગાઇ કરતા નાઇજિરિયન સહિત 3 ઝડપાયા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્સરનું રો મટિરિયલ બનાવવાના નામે વેપારી સાથે 7.50 લાખની ઠગાઇ કરી હતી
  • મકરપુરા GIDCના કારખાનાના માલિક પાસે જુદા જુદા ખાતામાં પૈસા મગાવ્યા હતા

મકરપુરા GIDCમાં એન્જિનિયરિંગ એન્ડ ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા કંપનીના માલિકને રો-મટિરિયલ સપ્લાય કરવાના બહાને વિશ્વાસમાં લઇને 7.50 લાખ ઓનલાઇન પડાવી છેતરપિંડી કરનારા ભેજાબાજને સાઇબર ક્રાઇમ પોલીસે જામનગરથી ઝડપી લીધો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, ભેજાબાજોએ ખોટા દસ્તાવેજો અને કંપનીના નામના ખોટા ઇ-મેલ બનાવી પેપર પર કંપની ઊભી કરી ઓનલાઇન પૈસા પડાવ્યા હતા. પોલીસે તપાસ કરીને એક નાઇઝીરીયન યુવક સહિત ત્રણને ઝડપી લીધા હતા, અમરકાંત ધર્મનાથ સિંહે નોંધાવેલી ફરિયાદણાં જણાવ્યું હતું કે, તેમને ઇ-મેલ આવ્યો હતો.

રો-મટિરિયલ માટે ઇન્કવાયરી કરનારે પોતાનું નામ ડેનિયલ કોહેન હોવાનું અને ક્રુઇટ બાયોટેક નામની કંપનીમાં એક્ઝિક્યૂટિવ આસિસ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું. ભેજાબાજોએ ખોટા દસ્તાવેજો અને કંપનીના નામના ખોટા ઇ-મેલ બનાવી પેપર પર કંપની ઊભી કરી ઓનલાઇન પૈસા પડાવ્યા હતા.

જેથી મેઇલ આઇડી પર વડોદરાના કારખાનાના માલિક સાથે વાતચીત કરી ઓર્ડર આપીને રૂા.7,50,000 અલગ-અલગ એન્કાઉન્ટમાં મગાવી છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકીના સાગરીત ડેનીયલ કોહેન, સાગર એન્ટરપ્રાઇઝ, કેનેરા બેંકનો એકાઉન્ટ નંબર ધારક, એચડીએફસીબેંકના એકાઉન્ટ ધારક, ક્રુઇડ બાયોટેક અને રે ફિલિપ્સ નામની કંપની સહિત 6 સામે અમરકાંત સિંહે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

સાઇબર ક્રાઇમે ફરિયાદના આધારે ગુનો નોંધી જામનગરમાંં રહેતા પાર્થ દિલીપ દાનીધારિયાને ઝડપી વધુ તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે ઉંડી તપાસ કરીને પાર્થના બેંક ખાતાઓના ઉપયોગ કરનારા હાલ જામનગરમાં રહેતા મુળ નાઇઝીરીયાના રફેલ એડીડીયો ઇનકા તથા મોહિત ઉર્ફે વિવેક જગદીશ પરમાર, જતીન નટવર પાલા (બંને રહે, જામનગર)ને ઝડપી લીધા હતા

અન્ય સમાચારો પણ છે...