તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:યુવકની હત્યામાં 2 સગા ભાઇ સહિત 3 ઝડપાયા, ચોથા આરોપીનું નામ ખૂલતા શોધખોળ શરૂ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જામ્બુઆના યુવકની ચાકુની ઘા ઝીંકી હત્યા કરી હતી

શહેર નજીક જામ્બુઆના વુડાના મકાનમાં યુવકે મહિલાને મારેલા બે લાફાની અદાવતમાં બે પુત્રો સહિત ચાર જણાએ યુવકને હાથે પગે તથા શરીર પર છરા અને ખંજરના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી હત્યા કરનારા ચાર પૈકી મહિલાના બે પુત્રો સહિત ત્રણ જણાને ઝડપી લીધા હતા. જયારે અજાણ્યા શખ્સની શોધખોળ આદરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જાંબુઆના વુડાના મકાનમાં રહેતા 35 વર્ષનો મનોજ વાલજીભાઇ પરમાર નામનો રિક્ષા ચાલક મંગળવારે રાત્રે 8-30 વાગે રિક્ષા લઇને પરત આવ્યો ત્યારે પોતાની માતાને લાફા માર્યા હોવાની અદાવત રાખી ત્યાં જ રહેતા ગણેશ રયજી પરમાર, સંજય રયજી પરમાર અને ઋત્વિક શાંતિલાલ પરમાર તથા અન્ય અજાણ્યો શખ્સ તેની નજીક ધસી આવ્યા હતા. અને સંજયે તે મારી માતાને કેમ લાફા માર્યા હતા આજે તો તને પુરો કરી નાંખવાનો છે તેમ જણાવી મનોજના ગળા પર ખંજરના ઉપરા છાપરી બે ઘા ઝીંકયા હતા અને ત્યારબાદ ગણેશે પણ મોટા છરા વડે મનોજના શરીર પર સંખ્યાબંધ ઘા માર્યા હતા

તથા ઋત્વિક અને અજાણ્યા શખ્સે લાકડી વડે તેને માર માર્યો હતો. મનોજના પિતા પણ ઝઘડામાં વચ્ચે પડતાં તેમને પણ ખંજર મારવાનો પ્રયાસ કરતાં તેમને હાથ પર ઇજા પહોંચી હતી. લોકો ભેગા થઇ જતાં લોહીલુહાણ થયેલા મનોજને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું મોત થયું હતું અને ચારેય આરોપી ફરાર થઇ ગયા હતા. જો કે મકરપુરા પીઆઇ આર.એ.પટેલે ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનો નોંધી ગણેશ રયજી પરમાર, સંજય રયજી પરમાર અને ઋત્વિક શાંતિલાલ પરમારને ઝડપી લીધા હતા.

લગ્ન અંગે ટોકતા લાફા માર્યા હતા
પોલીસે જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસ પહેલાં સંજય અને ગણેશની માતા રિક્ષા ચાલક મનોજને મળી હતી. મનોજે બે સંતાનની માતા સાથે બીજા લગ્ન કરેલા છે જેથી સંજય અને ગણેશની માતાએ તે બે સંતાનની માતા સાથે કેમ લગ્ન કર્યા તેમ પુછતાં મનોજ ઉશ્કેરાયો હતો અને તેણે સંજય અને ગણેશની માતાને બે લાફા મારી દીધા હતા જેથી સંજય અને ગણેશ ગુસ્સે ભરાયા હતા અને મનોજની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો