• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 3 Arrested For Selling Flammable Chemicals Illegally By Renting A Godown Near Dasharath Village In Vadodara, Seized 13.66 Lakh Items

કેમિકલ કૌભાંડ:વડોદરાના દશરથ ગામ પાસે ગોડાઉન ભાડે રાખીને ગેરકાયદે જ્વલનશીલ કેમિકલ વેચતા 3 ઝડપાયા, 13.66 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
છાણી પોલીસે અલગ-અલગ કેમિકલના 198 બેરલ સહિત 13.66 લાખ ઉપરાંતની મત્તા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી - Divya Bhaskar
છાણી પોલીસે અલગ-અલગ કેમિકલના 198 બેરલ સહિત 13.66 લાખ ઉપરાંતની મત્તા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી
  • ગોડાઉન માલિકે ભાડા કરાર ન કર્યો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી
  • જ્વલનશીલ કેમિકલ હોવાથી પોલીસે મુદ્દામાલ સાથે ગોડાઉન સીલ કર્યું

વડોદરા પાસે આવેલા દશરથ ગામ નજીકથી છાણી પોલીસે જ્વલનશીલ જોખમી કેમિકલનું ગેરકાયદેસર વેચાણ મામલે કર્મયોગી ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને સંચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. છાણી પોલીસે અલગ-અલગ કેમિકલના 198 બેરલ સહિત 13.66 લાખ ઉપરાંતની મત્તા કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

છાણી પોલીસે દરોડો પાડ્યો
છાણી પોલીસ સ્ટેશનના જવાનો ઉચ્ચ પોલીસ અધિકારી અને છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એસ પટેલિયા સાથે પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામથી વડોદરા તરફના સર્વિસ રોડ ઉપર જીએસએફસીનગર ગેટની સામે કર્મયોગી કેમિકલ ગોડાઉનમાં ગેરકાયદે જ્વલનશીલ જોખમી કેમિકલનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેના આધારે છાણી પોલીસે દરોડો પાડ્યો હતો.

ગોડાઉન માલિકે ભાડા કરાર ન કર્યો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી
ગોડાઉન માલિકે ભાડા કરાર ન કર્યો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી

3 આરોપી ઝડપાયા
દરોડા દરમિયાન પોલીસે ગોડાઉન ભાડે રાખનાર ઋષિત રમેશ ડાબેરીયા(રહે, શાંતિકુંજ સોસાયટી, સુભાનપુરા, વડોદરા, મૂળ રહે/ રાજકોટ) તથા આસિસ્ટન્ટ દર્શિત ભીમજીભાઇ ડાબેરીયા (રહે, ફર્ટીલાઈઝરનગર, જીએસએફસી, વડોદરા, મૂળ રહે/ રાજકોટ) અને મજુર તરીકે કામ કરનાર વિઠ્ઠલ બાબર વસાવા(રહે,-ટપાલ ફળિયું, દશરથ ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.

ગોડાઉન સોખડા ગામના રહેવાસી મગનભાઈ પટેલની માલિકીનું છે
ગોડાઉન સોખડા ગામના રહેવાસી મગનભાઈ પટેલની માલિકીનું છે

3.66 લાખના મુદ્દામાલ જપ્ત
પોલીસે જ્વલનશિલ જોખમી અલગ-અલગ કેમિકલ ભરેલા 198 બેરલ, હેન્ડ પંપ, ટ્રોલી મળી કુલ 13,66,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી કલમ-102 મુજબ ગુનો નોંધ્યો હતો.

જ્વલનશીલ કેમિકલ હોવા છતાં ફાયર સેફ્ટીનાં સાધનો ન હતાં
પીએસઆઇ એમએસ પટેલિયાના જણાવ્યાનુસાર ગોડાઉનમાં 198 બેરલ કેમિકલનો જથ્થો હતો. આ કેમિકલના જથ્થામાં આગ લાગે તો તેની અસર આસપાસના ગોડાઉનમાં પણ થઈ શકે તેમ હતી. આટલો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવા છતાં ગોડાઉનમાં એક પણ ફાયર સેફ્ટીના સાધન નહતું. જે અંગે પણ પોલીસે નોંધ લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગોડાઉન સોખડા ગામમાં રહેતા મગન પટેલનું છે. તેઓએ રૂષિતને ભાડે આપ્યું હતું. જોકે પોલીસે છાપો મારી તપાસ કરતાં ભાડા કરાર વિના ગોડાઉન માલિકે ગોડાઉન ભાડે રાખવા આપ્યું હોવાની વિગતો સામે આવી હતી. રૂષિત ત્રણ વર્ષથી કેમિકલ વેચતો હતો, પરંતુ આટલાં વિપુલ પ્રમાણમાં કેમિકલનો જથ્થો જોતાં એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કયા કેમિકલનો કેટલો જથ્થો મળ્યો ?

ટોલ્વીન કેમિકલ - 3,420 કિ. ગ્રા, રૂ. 2,12,040

ગ્યાલકોલ કેમિકલ - 4000 કિ. ગ્રા, રૂ. 1,40,000

વી-શોલ કેમિકલ - 8,200 કિ. ગ્રા, રૂ. 1,96,800

મિક્ષ સોલ્વીન કેમિકલ - 6,660 કિ. ગ્રા, રૂ. 1,13,220

ડાય મીથાઇલ ફોમેમાઇડ - 1,800 કિ. ગ્રા, રૂ. 1,53,000

ઇમ્લસી ફાયર - 160 કિ. ગ્રા, રૂ. 24,000

મોનો ક્લોરો બેનઝીન - 540 કિ. ગ્રા, રૂ. 40,500

મિથીલીન ડાય ક્લોરાઇડ - 4,200 કિ. ગ્રા,રૂ. 1,05,000

નિલ ઓઇલ કેમિકલ - 2,280 કિ. ગ્રા, રૂ. 2,16,600

ઇથાઇલ એસીટેટ - 2,660 કિ. ગ્રા, રૂ. 66,500

આઇસો પ્રોફાઈલ આલ્કોહોલ - 3,740 કિ. ગ્રા,રૂ. 93,500

અન્ય સમાચારો પણ છે...