કાર્યવાહી:કારેલીબાગ લૂંટમાં કામવાળી સહિત 3 આરોપી જેલ હવાલે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારેલીબાગમાં વૃદ્ધાને ચાકુ મારી લૂંટ કરી હતી

કારેલીબાગ સોનાલી સોસાયટીમાં કામવાળી મહિલા સહિત 4 લૂંટારાઓએ વૃદ્ધાને ચાકુ મારી દાગીના અને રોકડ મળી 2.63 લાખની લૂંટ કરી હતી. બનાવમાં સંડોવાયેલા કામવાળી સહિતના 3 આરોપીના રિમાન્ડ પુરા થતાં પોલીસે અદાલતમાં રજુ કરી ત્રણેયને જેલમાં ધકેલી દીધા હતા .

ગત સોમવારે વહેલી સવારે કારેલીબાગ સોનાલી સોસાયટીમાં રહેતા જયદીપ પ્રવિણભાઇ ગોરના ઘરમાં ઘૂસી મહિલા સહિત 4 લૂંટારાઓએ તેમની માતા રંજનબહેન પર હુમલો કરી 1.63 લાખની મતા લૂંટી હતી. જેમાં પોલીસે આકાશ સંજય રાવળ, અર્જુન કિરણ ખારવા અને કામવાળી મહિલા ડિમ્પલ વસંત સોનીને ઝડપી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...