મહારાષ્ટ્રમાંથી જળમાર્ગે દારૂની એન્ટ્રી:નર્મદા ડેમના ઉપરવાસમાં બોટમાંથી રૂ.2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે બુટલેગર ફરાર

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
SRP જવાનોએ ઝેર ગામ તરફ જતી બોટને અટકાવવા જતા બે સખશો કૂદીને ભાગી ગયા હતા - Divya Bhaskar
SRP જવાનોએ ઝેર ગામ તરફ જતી બોટને અટકાવવા જતા બે સખશો કૂદીને ભાગી ગયા હતા
  • સરદાર સરોવરમાં SRPની ટીમ પેટ્રોલિંગ કરતી હતી, ત્યારે ઝેર ગામ તરફ જતી બોટને અટકાવવા જતા બે સખશો કૂદીને ભાગી ગયા
  • સાગબારા બોર્ડરથી દારૂ ઘૂસાડવાનું મુશ્કેલ થતાં બુટલેગરોએ જળ માર્ગે લાવવાના પ્રયાસ પર SRPએ પાણી ફેરવ્યું

સરદાર સરોવર નર્મદા ડેમ ઘણો સંવેદનશિલ વિસ્તાર હોવાથી બુટલેગરોએ સરદાર સરોવરના જળ માર્ગે નર્મદામાં દારૂ પહોંચાડવાની કોશિશ કરતા નર્મદા સુરક્ષા સંભાળતી SRP નર્મદા બટાલિયને આ વિદેશી દારૂની મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કેવડિયા પોલીસે બુટલેગરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બોટને અટકાવવા જતા બે સખશો કૂદીને ભાગી ગયા
નર્મદા ડેમ પર સુરક્ષા સંભાળતી નર્મદા બટાલિયન SRP ગ્રુપના DYSP ચિરાગ પટેલની સૂચનાથી સરદાર સરોવરના ઉપરવાસમાં ગેરપ્રવૃત્તિઓને રોકવાની સૂચના આપી હતી. જેને લઇને એક ટીમ સુરક્ષા બોટ લઇને SRP જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ઝેર ગામના કિનારા તરફ એક કેસરી રંગની બોટ જતા જોઇ હતી, જેથી SRP જવાનોએ તેમનો પીછો કરીને ઉભા રહેવાની સૂચના આપી હતી. જોકે, બોટમાં બેઠેલા બે સખશો બોટમાંથી કૂદીને ભાગી ગયા. જોકે, સુરક્ષા જવાનોએ બોટ પાસે જઈને જોયું તો બોટમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.

સાગબારા બોર્ડરથી દારૂ ઘૂસાડવાનું મુશ્કેલ થતાં બુટલેગરોએ જળ માર્ગે લાવવાના પ્રયાસ પર SRPએ પાણી ફેરવ્યું
સાગબારા બોર્ડરથી દારૂ ઘૂસાડવાનું મુશ્કેલ થતાં બુટલેગરોએ જળ માર્ગે લાવવાના પ્રયાસ પર SRPએ પાણી ફેરવ્યું

રૂ.2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વિદેશી બનાવટના દારૂના ક્વાટરીયા અને બિયર મળીને કુલ 2,97,300 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે, બંને બુટલેગરો ભાગી ગયા હતા. SRP જવાનોએ મુદ્દામાલ સહિત કેવડિયા પોલીસને સોંપતા પોલીસે અજાણ્યા સખસો વિરુદ્ધ ગુનો નોંધીને DYSP વાણી દુધાત સુપરવીઝનમાં પીઆઇ પી.ટી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

બંને બુટલેગરો ભાગી ગયા હતા
બંને બુટલેગરો ભાગી ગયા હતા

કેવડિયા પોલીસે કેસની તપાસ હાથ ધરી આ બાબતે DYSP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમારી SRP જવાનોની ટીમને પેટ્રોલિંગ માટે મોકલી હતી. જે દરમિયાન મહારાષ્ટ્ર બાજુથી એક શંકાસ્પદ બોટ ઝેર ગામના કિનારા તરફ જતી હતી. અમારા જવાનોએ તેને અટકાવવાની કોશિશ કરી પણ તેઓ ઝડપથી ભાગવા ગયા અને જેવો કિનારો નજીક આવ્યો બોટમાંથી કૂદીને બોટ છોડી ભાગી ગયા. આ બોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બે સખશો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કેવડિયા પોલીસે કેસની તપાસ હાથ ધરી છે.

નર્મદા ડેમના ઉપરવાસમાં બોટમાંથી રૂ.2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
નર્મદા ડેમના ઉપરવાસમાં બોટમાંથી રૂ.2.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અન્ય સમાચારો પણ છે...