તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશનની ઇફેક્ટ:MSUમાં એડમિશન માટે 10 દિવસમાં 29,507 રજિસ્ટ્રેશન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રક્રિયા ચાલુ હોવાથી આંકડો 40 હજારને આંબે તેવી વકી

એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે રેકર્ડ બ્રેક 29,507 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. ચાલુ વર્ષે માસ પ્રમોશનના પગલે પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રેકર્ડ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

મ.સ. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. યુનિવર્સિટીમાં અત્યારે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં પ્રથમ વર્ષમાં અંદાજે 20 થી 25 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હશે. જોકે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

એમ.એસ. યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની લિંક ઓપન કરાઈ છે. 10 દિવસના સમયગાળામાં જ 29,507 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટેનું રજિસ્ટ્રેશન કરી દીધું છે. હજુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી આંકડો 40 હજારની ઉપર પહોંચે તેવી શક્યતા છે. આ આંકડો માત્ર કોમર્સ, આર્ટસ, સાયન્સ, હોમ સાયન્સ જેવી ફેકલ્ટીઓનો જ છે. ટેક્નોલોજી-પોલીટેક્નિક કોલેજની પ્રવેશ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, જેથી તે આંકડો પણ 5 હજાર જેટલો થશે. ચાલુ વર્ષે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...