તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બેંક કર્મીના બંધ ઘરમાંથી 2.91 લાખની મતાની ચોરી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા રિંગ રોડ કલ્યાણ બંગ્લોઝમાં તસ્કર ત્રાટક્યા
  • પત્ની કચ્છના આદિપુરમાં પતિને મળવા ગઇ હતી

વાઘોડિયા-ડભોઇ રિંગ રોગ પર કલ્યાણ બંગ્લોઝમાં રહેતા બેંક કર્મચારીના બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના મળીને 2.91 લાખની મતાની ચોરી કરી હતી. મકાનમાં રહેતી પરિણીતા બે બાળકો સાથે કચ્છના આદિપુરમાં એસબીઆઈ બેંકમાં નોકરી કરતા પતિને મળવા ગઈ હતી ત્યારે મકાનમાં ચોરી થઇ હતી. શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોગ પર આવેલા કલ્યાણ બંગ્લોઝમાં રહેતાં પલ્લવીબેન પંકજકુમાર સિંઘે પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિ આદિપુર, કચ્છ ખાતે એસબીઆઈ બેંકમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે.

ગત 26 જુલાઈના રોજ તેઓ પોતાના મકાનમાં ઇન્ટરલોક અને તાળું મારી બંને બાળકો સાથે આદિપુર રહેતા પતિ પાસે રહેવા ગયાં હતાં. 21 ઓગસ્ટના રોજ પડોશીએ ફોન કરી તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાવતાં તેઓ તુરત જ વડોદરા દોડી આવ્યાં હતાં. તેમણે તપાસ કરતાં મકાનના સ્ટીલના દરવાજાને મારેલું લોક તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. તસ્કરોએ સ્ટીલની જાળીને લગાવેલું તાળું અને મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડીને મકાનમાં પ્રવેશી કબાટમાંથી 12 હજાર રોકડા તથા 2,79,250 રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂા.2,91,250ની ચોરી કરી હોવાનું જણાતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...