તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરરીતિ:462 પૈકી 288 રેશનિંગ દુકાનમાં ગેરરીતિ પકડાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષમાં 20 દુકાનનાં લાઇસન્સ સસ્પેન્ડ, 5ના પરવાના રદ, 2 સંચાલકો સામે એફઆઈઆર

પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 462 વાજબી ભાવની દુકાનોની તપાસ કરતા 288 દુકાનોમાં ગેરરીતી સામે આવતા 5 દુકાનોના લાયસન્સ કાયમી રદ કરી દિધા છે. જ્યારે 2 દુકાનો સામે પોલીસ કેસ પણ કરાયો છે. આ ઉપરાંત તંત્રએ 32 બાયોડિઝલ પંપ પર દરોડા પાડી 16 પંપ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

એપ્રીલ-2020 થી મે-2021 દરમિયાન કુલ 462 વાજબી ભાવની દુકાનોની તપાસ કરાઇ હતી. જેમાં ગેરરીતીઓ સામે આવતા 20 દુકાનોના પરવાના સસ્પેન્ડ કરી દેવાયાં છે. અને પરવાનાની ડિપોઝીટ સ્વરૂપે રૂા.1.28 લાખની રકમ પણ તંત્રએ જપ્ત કરી લીધી છે.

પુરવઠાની તપાસમાં 43,767 કિલો અનાજ અને 3752 કિલો ખાંડ જપ્ત કરી હતી.તંત્રએ 288 દુકાનોના કેસોનો નિકાલ કરીને પરવાના અનામત દંડ સ્વરૂપે રૂા.1.28 લાખ અને અનાજમાં વધ-ઘટનો રૂા.6.19 લાખનો દંડ પણ કર્યો છે. જિલ્લામાં કુલ 7.01 રેશનકાર્ડ ધારકો છે. તેમજ 30.78 લાખ જન સંખ્યા છે. તે પૈકી કુલ 2.36 લાખ રેશનકાર્ડ ધારકો અને 11.83 લાખ જનસંખ્યાનો એનએફએસએ હેઠળ સમાવેશ કરાયોછે. નવેમ્બર 2020 થી જુન 2021 દરમિયાન કુલ 25,143 રેશનકાર્ડ ધારકોને એનએફએસએ માં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...