તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માસ્ક વિનાના લોકોને કારણે વધુ રૂ 2.83 લાખની આવક

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ માત્ર 2 લારી સીલ કરી દંડ વસૂલ્યો, કર્ફ્યૂમાં ફરવા નીકળેલા 19 સામે કાર્યવાહી

કોરોના સંક્રમણની સ્થિતિમાં પાલિકાને જવાબદાર ગણાવીને આંદોલન કરવાની ચીમકી વેપાર વિકાસ એસોસિયેશને આપી છે ત્યારે પાલિકા હવે નાસ્તાની એકલ દોકલ લારીઓને સીલ કરાઈ રહી છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 3માં સોમા તળાવ પાસે એક સેવ ઉસળની લારી અને વોર્ડ નંબર 12માં જીઆઇડીસી રોડ પરની નાસ્તાની એક લારી પર ભીડ થતી હોય તેવું જણાઇ આવતાં તેને દંડ કરી સીલ કરવામાં આવી હતી. જોકે માસ્ક વગર તેમજ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ ચારેય ઝોનમાંથી કુલ રૂ.71,200નો દંડ લેવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસે બુધવારે માસ્ક વગર નીકળેલા વધુ 283 લોકોને ઝડપી લઇ તેમની પાસેથી 2.83 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત બુધવારે રાત્રે રખડવા નીકળેલા 19 લોકો સામે જાહેરનામા ભંગના 15 ગુના નોંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...