તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબોની હડતાળ:વડોદરામાં ગોત્રી GMERS મેડિકલ કોલેજના 280 તબીબ પડતર માગણીઓને લઈને હડતાળ પર ઊતર્યા, કાલથી કોવિડ દર્દીઓની સારવાર નહીં કરવાની ચીમકી

વડોદરા4 મહિનો પહેલા
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ નોન-કોવિડની કામગીરી આજથી બંધ કરી છે.
  • તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કરી દીધું

વડોદરા સહિત રાજ્યની GMERS કોલેજોના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઊતર્યા છે, ત્યારે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ નોન-કોવિડની કામગીરી આજથી બંધ કરી છે, જોકે આજે કોરોના દર્દીઓની સારવાર કરશે. તેઓ આવતીકાલથી કોરોનાના દર્દીઓની પણ સારવાર પણ બંધ કરશે. તબીબો આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કરી દીધું છે.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ મુજબ પગાર ચૂકવવાની તબીબોની માગ
કોરોનાની મહામારીમાં દોઢ વર્ષથી ફ્રન્ટ વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા તબીબોએ 3 દિવસ પહેલાં બ્લેક ડે મનાવ્યો હતો અને વડોદરામાં ગોત્રી GMERS કોલેજના 280 તબીબો પડતર માગણીઓને લઇને આજથી હડતાળ પર ઊતર્યા છે. છેલ્લાં 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબો લડાયક મૂડમાં આવી ગયા છે. તબીબોએ સરકારને 11 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગારપંચ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં આજે મેડિકલ કોલેજના તબીબોએ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા હતા.

તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કરી દીધું.
તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કરી દીધું.

વડોદરામાં 280 ડોક્ટર અને ગુજરાતમાં 1750 ડોક્ટર છે
ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમે વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. છેલ્લા દોઢ વર્ષથી ડોક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટલાઇન વોરિયર તરીકે બિરુદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે, પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. પરિણામે, આજે અમારે હડતાળ પર જવાની ફરજ પડી છે. વડોદરામાં 280 ડોક્ટર અને ગુજરાતમાં 1750 ડોક્ટર છે.

કાલથી કોવિડ દર્દીઓની સારવાર નહીં કરવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી.
કાલથી કોવિડ દર્દીઓની સારવાર નહીં કરવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી.
ગોત્રી GMERS મેડિકલ કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ગોત્રી GMERS મેડિકલ કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...