તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલમાં હોબાળો:વડોદરાની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં 28 વર્ષના યુવાનનું મૃત્યુ થતાં પરિવારે તબીબોની નિષ્કાળજીથી આક્ષેપ કર્યો, પોલીસની 'શી' ટીમે વિવાદ ઉકેલ્યો

વડોદરા12 દિવસ પહેલા
મૃતક યુવાનની ફાઇલ તસવીર અને હોસ્પિટલમાં પહોંચેલી પોલીસ
 • હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો
 • પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી
 • છેવટે શી' ટીમે વિવાદ ઉકેલતા મામલો થાળે પડ્યો અને પરિવારે મૃતદેહ સોંપાયો

વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબોની નિષ્કાળજીના કારણે દર્દીનું મોત નીપજયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી. અત્રે નોંધનીય છે કેસ ક્રિષ્ના હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં મોટો તફાવત જણાતા પરિવારજનોએ તપાસની માગ કરી હતી.જોકે,છેવટે શી' ટીમે વિવાદ ઉકેલતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારે મૃતદેહ સોંપાયો હતો.

યુવાનના મોતથી પરિવારજનોમાં આક્રોશ
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી યોગી કૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય સતિષભાઈ છાબરાણીને તાવના લક્ષણો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી 25 દિવસ અગાઉ શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન ગઈકાલે શુક્રવારે તેમનું મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.

મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું
મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું

હોસ્પિટલે પરિવારને રિપોર્ટ આપવાની ના પાડી દીધી
મૃતકના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દર્દીની સારવાર બરાબર ના જણાતા રિપોર્ટ માગ્યા હતા, પરંતુ, હોસ્પિટલ સત્તાધિશોએ આનાકાની કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બનતા રિપોર્ટ આપ્યા હતા, ત્યાર બાદ અન્ય ખાનગી લેબોરેટરીમાં મારા પુત્રના રિપોર્ટ કરાવતાં જમીન-આસમાનનો તફાવત આવ્યો છે. ગઈકાલે મારો પુત્ર હરતો ફરતો હતો. તબીબની નિષ્કાળજીના લીધે તેનું મોત નિપજ્યું છે.જોકે પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને છેવટે શી' ટીમે વિવાદ ઉકેલતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી
પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી
શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં 28 વર્ષના યુવાનનું તબીબોની નિષ્કાળજીથી મોતનો પરિવારજનોનો આક્ષેપ
શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં 28 વર્ષના યુવાનનું તબીબોની નિષ્કાળજીથી મોતનો પરિવારજનોનો આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો