સેનેટની ચૂંટણી:યુનિ.માં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 14 બેઠકો માટે 27 ફોર્મ ભરાયાં

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મ. સ. યુનિ.ની હેડ ઓફિસ ખાતે ગુરુવારે સેનેટની ચૂંટણીનું ફોર્મ ભરવા ઉમેદવારો રેલી કાઢી પહોંચ્યા હતા. - Divya Bhaskar
મ. સ. યુનિ.ની હેડ ઓફિસ ખાતે ગુરુવારે સેનેટની ચૂંટણીનું ફોર્મ ભરવા ઉમેદવારો રેલી કાઢી પહોંચ્યા હતા.
 • સત્તાધારી જૂથના સભ્યોનું શક્તિ પ્રદર્શન
 • નરેન્દ્ર રાવત સાથે પત્ની અમી રાવતે પણ ડમી ફોર્મ ભર્યું

એમ.એસ.યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં રજિસ્ટર્ડ ગ્રેજયુએટ માટે સત્તાધારી જૂથના સભ્યોએ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ તથા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતના પત્નિ અને વિપક્ષી નેતા અમી રાવતે પણ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગુરુવારે 7 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા હતા. અત્યાર સુધી રજિસ્ટર્ડ ગ્રેજયુએટની 14 બેઠક માટે 27 ફોર્મ ભરાયા છે. સેનેટની ચૂંટણીમાં ગ્રેજયુએટ કેટેગરીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની હોડ જામી હતી.

ગ્રેજયુએટ કેટેગરી માટે 27 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે ગુરૂવારે સત્તાધારી જૂથના સભ્યો સહિત કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. સત્તાધારી જૂથના સભ્યોએ વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. 4 ટર્મથી ચૂંટણી જીતતા દિનેશ યાદવએ આર્ટસ ફેકલ્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

હોમ સાયન્સ ફેકલ્ટીમાંથી અભિલાષા અગ્રવાલે ઉમેદવારી નોંધાવી હતી. રેલી સ્વરૂપે ખુલ્લી જીપમાં આવેલા સત્તાધારી જૂથના ઉમેદવારો સાથે સેનેટના ઉમેદવાર મંયક પટેલ,જીગર ઇનામદાર સહિત સરકાર નિયુકત સિન્ડિકેટ સભ્યો ચીરાગ શાહ,હિમાંશુ પટેલ સહિતના સભ્યો જોડાયા હતા. હેડ ઓફીસ ખાતે ફટાકડા ફોડીને તથા ઢોલ ત્રાસાના તાલે રેલી કઢાઇ હતી.

અા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

 • ​​​​આર્ટસ ફેકલ્ટી
 • ડો.દિનેશ યાદવ
 • ઉમંગ ગુપ્તે
 • ગૌતમ નાયક
 • અમરીશ પટેલ
 • પરેશ રાજપૂત
 • કોમર્સ ફેકલ્ટી
 • અમર ઢોમસે
 • સુશાંત મખ્ખીજાની
 • મહેશકુમાર ચોહાણ
 • નરેન્દ્ર રાજપૂત
 • મેડિસીન ફેકલ્ટી
 • મીતેશ શાહ
 • ટેકનોલોજી ફેકલ્ટી
 • નરેન્દ્ર રાવત
 • અમી રાવત
 • કશ્યપ શાહ
 • લો ફેકલ્ટી
 • કિશોર પીલ્લાઇ
 • અવધૂત સુમન
 • મનોજકુમાર દરજી
 • શૈલેષ વ્યાસ
 • હોમ સાયન્સ
 • અભિલાષા અગ્રવાલ
 • સોશ્યલ વર્ક ફેકલ્ટી
 • કપીલ જોશી
 • સમીરકુમાર મહાજન
 • જયમેશ ઓઝા
 • અર્જુનસિંહ સોલંકી
 • જર્નાલીઝમ ફેકલ્ટી
 • સરલ પટેલ
 • ફાર્મસી ફેકલ્ટી
 • હાર્દિકકુમાર બ્રહ્રભટ્ટ

ભાજપ પ્રમુખ-મહામંત્રીઓ ફોર્મ ભરવા ન ગયા
સેનેટમાં રાજકીય રંગના આક્ષેપોથી બચવા ભાજપ પ્રમુખ-3 મહામંત્રી હેડ ઓફિસ ગયા પણ ફોર્મ ભરવા સાથે ગયા ના હતા.

અન્ય સમાચારો પણ છે...