તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

she ટીમ બાદ વધુ એક પહેલ:1 વર્ષમાં 269 આપઘાત, પોલીસ MSUની મદદ લઇ ડિપ્રેશનથી પીડાતા લોકો માટે હેલ્પલાઇન શરૂ કરશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: નિરવ કનોજીયા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 2019માં 217 આપઘાતના બનાવ, 2021ના 2 મહિનામાં જ 50 બનાવ
 • આર્થિક ભીંસ, બેરોજગારી અને તૂટતા સંબંધો આપઘાતનાં મુખ્ય કારણો, મૃતકોમાં 72% પુરુષોનો સમાવેશ

સમાના સોની પરિવાર આર્થિક તકલીફોને કારણે સામૂહિક આપઘાત કર્યો હતો, જેમાં પરિવારના 4 વર્ષના બાળક સહિત 3નાં મૃત્યુ થયાં હતાં.ઉપરાંત આણંદમાં પણ આવા જ કારણોસર માતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કોરોનાકાળમાં આપઘાતના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2019ની સરખામણીએ આ વર્ષે 23 ટકા વધુ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. આપઘાતના બનાવો ટાળવા શહેર પોલીસ દ્વારા મ.સ.યુનિ.ના સાઇકોલોજી વિભાગની મદદ લઇ આગામી અઠવાડિયે ડીપ્રેશનથી પીડતા લોકો માટે હૈલ્પલાઇન શરૂ કરાશે.

આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમની પહેલ કરનાર વડોદરા પોલીસ વધુ એક અનુકરણીય કાર્ય કરવાની દિશામાં આગળ વધી છે. જેમાં આપઘાતના કિસ્સા ઘટાડવા મ.સ.યુનિ.ની સાઇકોલોજી ફેકલ્ટીના પ્રાધ્યાપકોની મદદ લઇ માનસિક રીતે પડી ભાગેલા અને ડિપ્રેશનમાં આવી ગયેલા લોકોનું કાઉન્સેલિંગ કરાશે. જેના માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે, જેના પર હતાશ થયેલા લોકો માર્ગદર્શન મેળવી શકશે.લોકડાઉન અને અનલોકમાં ધંધા-વેપાર ઠપ થયા હતા, જેને કારણે લોકો આર્થિક ભીંસમાં મુકાયા હતા.

લોકડાઉન બાદ સેંકડો લોકો બેરોજગાર બન્યા હતા. આ સ્થિતિમાં અનેક લોકોએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. 2019માં 217 લોકોએ આપઘાત કર્યો હતો, જ્યારે 2020માં 269 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું.2019માં 217 આપઘાતના બનાવો બન્યા હતા. જયારે કોરોનાકાળમાં ગત વર્ષની સરખામણીમાં 52 બનાવો વધ્યા હતા.2020માં 269 બનાવો બન્યા હતા.2021ના 2 મહિનામાં જ 50 લોકોએ આપઘાત કર્યો હતો.

એક આંકડા પ્રમાણે લોકડાઉન બાદ મે, જૂન અને જુલાઈ મહિનામાં 104 લોકોએ આપઘાત કર્યો હતો. જે ગત વર્ષના 3 મહિનાની સરખામણીએ લગભગ બમણા છે. વર્ષ 2020માં 269 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં 72 ટકા સંખ્યા પુરુષોની છે. ગત વર્ષે 217 લોકોએ આત્મહત્યા કરી હતી. મનોચિકિત્સક અને કાઉન્સેલરના મતે આ બનાવોમાં મુખ્ય કારણો આર્થિક ભીંસ, બેરોજગારી અને ક્યાંક તૂટતા સંબંધો જવાબદાર છે. આપઘાત કરનારા સૌથી વધુ 15થી 40 વર્ષ વચ્ચેની વય જૂથના છે.

2020માં 52 આપઘાત વધુ થયા

મહિનો20192020
જાન્યુઆરી1313
ફેબ્રુઆરી1820
માર્ચ2414
એપ્રિલ1714
મે1725
જૂન2137
જુલાઈ1742
ઓગષ્ટ1518
સપ્ટેમ્બર2129
ઓક્ટોબર1922
નવેમ્બર2219
ડિસેમ્બર1316
કુલ...217269

આ બનાવો નિવારવા માટે શું કરી શકાય ?
કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક આપઘાત કરવાનો નિર્ણય નથી લેતા. થોડા દિવસો અગાઉથી તેઓને નકારાત્મક વિચારો આવે છે. જેથી આવા સમયે તેઓએ પરિવારજનો અથવા મિત્રો સાથે સમસ્યા અંગે વાતચીત કરવી જોઈએ અને જરૂર લાગે તો સંકોચ વિના કાઉન્સેલિંગ થેરાપી કરવા કાઉન્સેલરને મળવું જોઈએ. - ડો. ઉત્કર્ષ ગાંગેરા, સાઇકોથેરાપિસ્ટ અને કાઉન્સિલર

હેલ્પ લાઈનનો નંબર જાહેર કરવામાં આવશે
શહેરમાં વધતા આપઘાતના બનાવો ચિંતાજનક છે. જેના માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરાશે. અમે મ.સ. યુનિ.ના વાઇસ ચાન્સેલર સાથે આ બાબતે વાતચીત કરી છે. આ હેલ્પલાઇનમાં સાઇકોલોજી ડિપાર્ટમેન્ટના કાઉન્સેલરની મદદ લેવાશે. આ યોજના લાગુ પડે તે પહેલાં કોઈ પણ વ 100 નંબર પર મદદ માટે કોલ કરી શકશે. - ડો.શમશેર સિંઘ, શહેર પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો