તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:વડોદરા રિજિયનના 995 ઉદ્યોગોના 1.88 લાખ કર્મીને 260 કરોડ બોનસ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લાના 449 ઉદ્યોગોએ 67 હજાર કર્મીઓને 97.97 કરોડ બોનસ અાપ્યું
 • બોનસ ચૂકવાતાં ખરીદી અર્થે ઊમટેલા લોકોથી શહેરનાં બજારોમાં રોનક આવી
 • સોનાના વધેલા ભાવ અને કોરોનાની આર્થિક અસરને કારણે ટ્રેન્ડ બદલાયો

શહેર-જિલ્લાના 449 ઉદ્યોગોએ 67 હજાર કર્મચારીઓને દિવાળીના બોનસ પેટે 97.97 કરોડ ચૂકવ્યાં છે. જેને પગલે દિવાળી પૂર્વે બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે. કોરોના મહામારી માં મંદીના માહોલ વચ્ચે દિવાળી સમયે જ તેજી જોવા મળતા વેપારીઓ પણ ખુશ છે.જ્યારે વડોદરા રીજીયનના 995 ઉદ્યોગોએ પણ પોતાના 1.88 લાખ કર્મચારીઓને રૂ.260.88 કરોડનું બોનસ આપ્યું છે.

ગત વર્ષ 2019માં શહેર-જિલ્લાના 248 ઉદ્યોગોના 76637 કર્મચારીઓને 192 કરોડ ચુકવ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં નાના ઉદ્યોગો પણ આવેલા છે. જેમના દ્વારા પણ કર્મચારીઓને બોનસ ચુકવાતું હોય છે. જે તમામ નાના ઉદ્યોગોની માહિતી મોટાભાગે એકત્ર કરવામાં આવતી નથી. જોકે તેમાં પણ રૂ.50 થી રૂ.100 કરોડ દિવાળીના બોનસ પેટે ચૂકવણી કરવામાં આવી હોવાની ધારણા છે. જ્યારે હાલના તબક્કે કોઈ કર્મચારીઓને બોનસ ન ચૂકવવામાં આવ્યું હોય તેવી કોઈ ફરિયાદ શ્રમ આયુક્તની કચેરી પાસે પહોંચી નથી.

વડોદરા રીજીયનની વાત કરીએ તો તેમાં ભરૂચ, નર્મદા, ગોધરા, આણંદ અને મહીસાગર સહિતના વડોદરા રેંજના વિસ્તારોમાં શ્રમ આયુક્ત કચેરી દ્વારા કુલ 995 ઉદ્યોગો પાસેથી બોનસ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ ઉદ્યોગોમાં કામ કરતા 1.88 લાખ કર્મચારીઓને 260.88 કરોડ બોનસ પેટે ચૂકવાતાં બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે.

ધન તેરસના શુભ દિવસે શહેરીજનોએ 22 કરોડનું સોનું અને 3 કરોડની ચાંદી ખરીદ્યાં
લક્ષ્મીજીના પવિત્ર વાર શુક્રવારના દિવસે જ ધન તેરસનો શુભ તહેવાર આવતા ઘણા વર્ષો પછી શુભ યોગ સર્જાયો હતો. ધન તેરસના દિવસે વહેલી સવારથી જ સોનું ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોમાં ભીડ ઉમટી હતી. લોકોએ આ શુભ તહેવારમાં 22 કરોડનું સોનું અને 3 કરોડની ચાંદી ખરીદી હોવાનું શહેરના જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જાણવા મળ્યું હતું. બીજી તરફ ધન તેરસમાં લક્ષ્મીજીનું પુજન કરવા માટે શ્રેષ્ઠ સમય સવારે 7 થી 11 વાગ્યા સુધીનો હોવાથી મોટાભાગના લોકોએ વહેલી સવારે જ પોતાના ઘરોમાં સોના-ચાંદીના ઘરેણા તેમજ ચલણી નોટો નું પુજન કરી માં લક્ષ્મીજીની આરાધના કરી હતી. આ ઉપરાંત મંદિરોમાં પણ સંતો-મહંતો દ્વારા લક્ષ્મીજીની મૂર્તિ તેમજ ઘરેણાની પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનિય છે કે, ધન તેરસનું મુહર્ત ચાલુ વર્ષે 13 નવેમ્બરના સાંજના 6 વાગ્યા સુધીનું જ હતું.

સોનાનાે ઢોળ ચડાવેલી જ્વેલરીની માગ વધી
સોનાના વધતા ભાવ અને કોરોનાની અસરથી આર્થિક સંકડામણને પગલે દિવાળીમાં 1 ગ્રામ જ્વેલરીની માગ 4 ગણી વધી ગઇ છે. આ જ્વેલરીમાં અન્ય ધાતુના બેઝ સાથે એક ગ્રામ સોનાનો ઢોળ ચઢાવેલો હોય છે. જેને પગલે તે સોનાના આભૂષણ જેવા જ લાગે છે. માંડ રૂા. 3000થી રૂા. 5000ના બજેટમાં બનતી જ્વેલરીમાં અવનવી ડિઝાઇન્સ ઉપલબ્ધ હોય છે. માંડવી વિસ્તારના જ્વેલર ફારુક સોનીએ જણાવ્યું કે, ‘એક વર્ષમાં દાગીનાની સામે 30 ટકા રકમ પણ પરત અપાતી હોવાથી લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે. ઓછા બજેટને કારણે લોકોમાં ગિફ્ટમાં પણ આ પ્રકારની જ્વેલરી આપવાનો ટ્રેન્ડ વધ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો