તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:વડોદરામાં ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે ચૂલા પર દૂધ વગરની ચા બનાવીને પીધી, 26 કાર્યકરોની અટકાયત

વડોદરા20 દિવસ પહેલા
કોંગ્રેસના કાર્યકરોએ ભાવ વધારાને કારણે પ્રતિકરૂપે લાકડાનો ચૂલો બનાવીને દૂધ વગરની ચા બનાવીને પીધી હતી
  • ગૌ પાલકો ડેરીને 25 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે અને ડેરી તે દૂધને 60 રૂપિયે લિટરના ભાવે વેચે છેઃ પ્રશાંત પટેલ

હાલમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડરની સાથે સાથે દૂધના ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ દરમિયાન વડોદરાના મકરપુરા વિસ્તારમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાવ વધારાને કારણે પ્રતિકરૂપે લાકડાનો ચૂલો બનાવી દૂધ વગરની ચા બનાવીને પીધી હતી. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 26 કાર્યકરોની અટકાયત કરી હતી.

મધ્યમ અને ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસના ભાવ 830 રૂપિયાનો કરવામાં કરવામાં આવ્યો છે. જેને કારણે મધ્યમ અને ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક બાદ એક થતાં ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. એક તરફ કોરોનાકાળને કારણે નાના ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ દયનીય છે, ત્યારે લોકો પાસે આવકના સાધનો નથી તેવા સમયે ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક મુશ્કેલીમાં અત્યંત વધારો થતો જોવા મળ્યો છે.

ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધ કર્યો
ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધ કર્યો

રસ્તા પર ચા બનાવીને વિરોધ કર્યો
આ દરમિયાન, તાજેતરમાં જ અમૂલ ડેરી અને બરોડા ડેરી દ્વારા લિટર દૂધના ભાવમાં 2થી 4 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો. આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, અમારી સાથે કાર્યકરો જાહેરમાં લઈને બેસી ગયા હતા અને ચા બનાવીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. દૂધ નાખ્યા વગરની ચા બનાવીને દૂધના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કર્યો હતો. ગૌ પાલકો ડેરીને 25 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે અને ડેરી તે દૂધને માત્ર પ્રોસેસ કરી 60 રૂપિયે લિટરના ભાવે વેચે છે. એકબાજુ પશુપાલકોને રડાવે છે અને બીજી બાજુ નાના ભૂલકાઓને દૂધ પીવડાવવા માટે મોંઘા ભાવ ચૂકવવા પડે છે.

કોંગ્રેસે ચૂલા પર દૂધ વગરની ચા બનાવીને પીધી હતી
કોંગ્રેસે ચૂલા પર દૂધ વગરની ચા બનાવીને પીધી હતી

મોદી રાજમાં દૂધ વગરની ચા પીવાનો વારો આવ્યો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ પર સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે તો બીજી બાજુ જીવન જરૂરીયાતની ચીજોની પણ એ જ સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન આર્થિક ભારણ સતત વધી રહ્યો છે. હવે, સરકાર અમારા વિરોધને ધ્યાનમાં રાખીને ઝડપથી ભાવ વધારાને પરત ખેંચે તેવી આશા છે. આજે બરોડા ડેરી ખાતેના પ્રોગ્રામમાં દૂધ વગરની ચા બનાવનાર કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 26 કાર્યકરોની અટકાયત કરી હતી
પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 26 કાર્યકરોની અટકાયત કરી હતી

કોંગ્રેસના 26 કાર્યકરોની અટકાયત
કાર્યક્રમ દરમિયાન મકરપુરા પોલીસ દ્વારા શાંતિમય પ્રદર્શન કરતા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષ નેતા અમી રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, અમિત ઘોટીકર, નિલેશ બ્રહ્મભટ્ટ સાથે 26 કાર્યકરોની ધરપકડ કરી હતી.

ગૌ પાલકો ડેરીને 25 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે અને ડેરી તે દૂધને 60 રૂપિયે લિટરના ભાવે વેચે છેઃ પ્રશાંત પટેલ
ગૌ પાલકો ડેરીને 25 રૂપિયા લિટરના ભાવે દૂધ આપે છે અને ડેરી તે દૂધને 60 રૂપિયે લિટરના ભાવે વેચે છેઃ પ્રશાંત પટેલ
વડોદરામાં ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે ચૂલા પર દૂધ વગરની ચા બનાવીને પીધી હતી
વડોદરામાં ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે ચૂલા પર દૂધ વગરની ચા બનાવીને પીધી હતી
અન્ય સમાચારો પણ છે...