તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કારના એન્જિનમાં સંતાડેલો 26 હજારનો દારૂ જપ્ત કરાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઘોડિયાના માડોધર રોડની ઘટના, ડ્રાઇવરની ધરપકડ
  • LCBએ વિદેશી દારૂની 206 બોટલો કબજે કરી

કારના એન્જિન પર પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી વિદેશી દારૂની 206 બોટલોને એલસીબીએ ઝડપી લીધી છે. ડ્રાઈવર દારૂની ખેપ લઈને વાઘોડિયાના માડોધર રોડ પરથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. પોલીસે માડોધર રોડ પર વોચ ગોઠવી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. બાતમીથી ગુરુવારે વહેલી સવારે વાઘોડિયાના માડોધર રોડ પરથી વડોદરા જઈ રહેલી કારને રોકી ડ્રાઈવર રાજુ લક્ષ્મણભાઈ ડામોર (રહે. મંગલ મહુડી, લીમખેડા)ને ઉતારી કારની તપાસ કરી હતી.

જેમાં કારનું બોનેટ ખોલતાં એન્જિનના ઉપરના ભાગે પ્લાસ્ટિકના કોથળામાં લપેટી મુકાયેલી રૂા.26 હજારની વિદેશી દારૂની 206 બોટલો મળી આવી હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી રૂા.1.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર આ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની પૂછપરછ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...