એક્શન:ગેસ બિલ બાકી હોય તેવાં 26 કનેક્શન કાપી નખાયાં

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધવાળા મહોલ્લા સહિત સ્થળે ચેકિંગ
  • ગેસ કંપનીએ રું.9.53 લાખની વસૂલાત કરી

શહેરમાં બાકી રહેલા ગેસ બિલની વસુલાત માટેની કાર્યવાહી વડોદરા ગેસ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે દૂધવાળા મહોલ્લા સહિતના વિસ્તારમાંથી ગેસ વિભાગની ટીમે બિલ નહીં ભરનારા 26 કનેક્શન કાપી દંડ વસૂલ્યો હતો. વડોદરા ગેસ કંપની દ્વારા શહેરમાં બાકી બિલની વસુલાત કરવા માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુરુવારે પાણીગેટ, જૂનીગઢી, છીપવાડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં 29 જેટલા જોડાણને કટ કર્યા હતા. જ્યારે શુક્રવારે બીજા દિવસે ગેસ કંપનીની ટીમોએ દૂધવાળા મહોલ્લો, ચુડીવાલા મહોલ્લો, અલ્મામ માર્કેટ અને નિઝામ વાલા મસ્જિદ નજીકના વિસ્તારોમાં તપાસ કરી 26 કનેક્શનને કાપી નાખ્યા હતા. તદુપરાંત ગેસ બીલની બાકી રૂા. 9,53,257 રકમની વસુલાત કરી હતી. આ સિવાય બાયપાસ અને એફ.આરમાં 4 મીટર રિપ્લેસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...