તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 256 Patients Admitted To Infectious Disease Hospital In A Month, OGD Of SSG Increased One And A Half Times, BJP Did Not Mention The Epidemic In The Meeting

બેફિકર નગરસેવકો:ચેપી રોગ હોસ્પિટલમાં મહિનામાં 256 દર્દી દાખલ,SSGની OPD દોઢ ગણી વધી, સભામાં રોગચાળા અંગે ભાજપે હરફ ન ઉચ્ચાર્યો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
જમનાબાઇ હોસ્પિટલમાં સવારથી જ લાઇનો પડે છે. - Divya Bhaskar
જમનાબાઇ હોસ્પિટલમાં સવારથી જ લાઇનો પડે છે.
 • શહેરમાં ગંદા પાણી અને મચ્છરોનો ત્રાસ યથાવત્
 • 24 કલાકમાં ડેન્ગ્યૂના નવા 12 અને ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા
 • સભામાં કોંગ્રેસના 3 કોર્પોરેટરએ ઔપચારિકતા પૂરતી રજૂઆત કરી
 • મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળતા 6 સાઇટ અને 9 સ્કૂલોને નોટિસ
 • સરવેમાં તાવના 269,ડાયેરિયાના 97 નવા દર્દીઓ મળ્યાં

છેલ્લા એક મહિનાથી શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપ વધારી રહ્યો છે. ચેપી રોગની હોસ્પિટલમાં જ છેલ્લા એક મહિનામાં 256 નવા દર્દીઓ દાખલ થયા છે અને ઓપીડી પણ 1280 જેટલી નોંધાઇ છે. એસએસજીમાં પણ છેલ્લા 10 દિવસમાં જ ઓપીડીની દોઢ ગણી વધી ગઇ છે. બુધવારે એક જ દિવસમાં ડેન્ગ્યૂના 12, ચિકનગુનિયાના 14 કેસો સત્તાવાર નોંધાયા છે પણ પાલિકાની મળેલી સભામાં રોગચાળા અંગે ભાજપના એક પણ કોર્પોરેટરે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો.કોંગ્રેસના 3 કોર્પોરેટરે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆત કરી હતી.

શહેરના અકોટા, ગોત્રી, સુભાનપુરા, ગોરવા પંચવટી,તાંદળજા, નવાપુરા, કપૂરાઇ, અટલાદરા, કપૂરાઇ જેવા વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, કમળાના કેસો સતત આવી રહ્યાં છે. બુધવારે પણ જમનાબાઇ હોસ્પિટલમાં સવારે 11 વાગ્યાના સુમારે લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે એસએસજીની સવારની ઓપીડીમાં પણ સંખ્યાબંધ દર્દીઓ આવ્યાં હતા. બુધવારે શહેરની 6 કન્સ્કટ્રકશન સાઇટને અને 9 સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી. પાલિકા દ્વારા રોગચાળાને નાથવા માટે 166 ટીમો દ્વારા 17105 ટેસ્ટ બુધવારે કરાયા હતા. શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે બુધવારે મળેલી પાલિકાની સભામાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગંદા પાણી માટે જવાબદાર અધિકારી સામે શું કાર્યવાહી કરી એવો સવાલ ઉઠાવ્યો હતો. જહા દેસાઈએ પણ ગંદા પાણીના કારણે શહેરના રોગચાળાના ભરડામાં આવી ગયું છે ત્યારે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી.પુષ્પા વાઘેલાએ પાણીપુરીની લારીઓ અંગે રજૂઆત કરતા ત્યારે આ મામલે કડકાઇ દાખવવાની ખાતરી આપી હતી.

જમનાબાઇ હોસ્પિટલમાં 30 દિવસ દરમિયાન 118 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાં ટાઇફોઇડના 9 દર્દીઓ, વાઇરલ તાવના 12, ડેન્ગ્યૂના 2 , ઝાડા ઉલ્ટીના 79 દર્દીઓનો સમાવેશ થાય છે. ઓપીડીમાં તાવના જ 1459 દર્દીઓ આવ્યાં છે. મેલેરિયાના 2 દર્દીઓએ પણ સારવાર લીધી હતી.

ટાઇફોઇડના 54, કમળાના 83 દર્દી
ચેપી રોગની હોસ્પિટલમાં 11 જુલાઇથી 11 ઓગસ્ટ 30 દિવસ દરમિયાન 256 દર્દીઓ દાખલ થયા છે. આ દર્દીઓ પૈકી 54 ટાઇફોઇડના, 83 કમળાના અને વાઇરલ અને અન્ય તાવના 107 તથા ઝાડાઉલટીના 12 દર્દીઓનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલમાં ઓપીડીમાં છેલ્લા એક મહિનામાં 1280 દર્દીઓ આવ્યાં હતા.

એસએસજીમાં રોજની OPD વધીને 2 હજારને પાર
એસએસજીમાં 11 જુલાઇથી આજ દિન સુધી 4879 જેટલા કુલ ઓપીડી દર્દીઓ આવ્યાં છે. હાલમાં સરેરાશ 2000ની ઓપીડી છે. 11થી 21 જુલાઇ સુધી 1306 અને 22થી 31 જુલાઇ સુધી 1560 દર્દીઓ આવ્યાં હતા. જ્યારે 1થી 11 ઓગસ્ટ સુધી 2013 ઓપીડી દર્દીઓ આવતાં 20 દિવસમાં જ દોઢ ગણા ઓપીડી દર્દીઓ આવ્યાં હતા.

ફતેપુરા કોયલી ફળિયામાં પાણીના સાત નમૂના ફેલ
શહેરમાં દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે બુધવારે લેવાયેલા 589 પૈકી 7 નમુના નાપાસ થયા છે. જે તમામ નમૂના ફતેપુરા કોયલી ફળિયાના છે.બીજી તરફ આપે વૉર્ડ 10 ની કચેરીમાં ગંદા પાણી મામલે રજૂઆત કરીે ધૂન બોલાવી હતી.મેયરના વોર્ડના લક્ષ્મીનારાયણ નગરમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો આક્ષેપ આપના વોર્ડ પ્રમુખે કર્યો હતો.

આજના કેસ

રોગકેસ
ડેન્ગ્યૂ12
ચિકનગુનિયા14
ટાઇફોઇડ2
ઝાડા97
ઝાડા-ઉલટી66
તાવ269
ખાંસી-શરદી424
અન્ય સમાચારો પણ છે...