કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડની હાજરીમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે એક દિવસીય કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરાના 416 લાભાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત રૂ. 256 કરોડથી વધુ રકમની લોનના મંજૂરી પત્ર તથા ચેક અપાયા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના નાણા વિભાગ દ્વારા દેશના તમામ જિલ્લામાં કસ્ટમર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વેપાર ઉદ્યોગ અને ધંધા રોજગાર માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મુદ્રા, સ્વનિધિ, સ્વસહાય જૂથના લાભાર્થીઓને બેંકો દ્વારા સીધો સંપર્ક કરીને મળવાપાત્ર લાભો આપવામાં આવે છે.
ડૉ. ભાગવત કરાડે કહ્યું હતું કે, ‘ગુજરાત એક આદર્શ રાજ્ય છે, અને અહીંનું વિકાસ મોડલ અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.’ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પારદર્શક અમલીકરણ થકી ગુજરાતમાં વેપાર વૃદ્ધિ થઇ રહી છે. ગરીબોને સુવિધા મળે, સામાન્ય લોકોનું જીવનધોરણ ઉંચુ આવે એ જ પ્રધાનમંત્રીનું લક્ષ્ય છે અને બેંકોના માધ્યમથી આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીને પણ મળી રહ્યો છે’ સાંસદ રંજનબેને કહ્યું કે, ‘પહેલાં લોકોએ બેંકો પાસે જવું પડતું હતું હવે બેંક ગ્રાહક પાસે જાય છે’.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.