અરજીઓનો ઘટાડો નોંધાયો:આર્ટ્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 2500 વિદ્યાર્થીની અરજી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગત વર્ષની તુલનાએ 200 અરજીઓનો ઘટાડો નોંધાયો
  • ગત વર્ષે​​​​​​​ 1900ના પ્રવેશ બાદ વર્ષના અંતે 1100 વિદ્યાર્થી જ હતા

એમ.એસ.યુનિની આર્ટસ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ માટે 1700ની બેઠક સામે 2500 અરજી આવી છે. 2 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શકયતા છે. તમામને પ્રવેશ અપાશે. ગત વર્ષે માસ પ્રમોશનના પગલે 2700 અરજી આવી હતી. જેમાંથી 1900એ પ્રવેશ લીધો હતો. જોકે વર્ષના અંત સુધીમાં 800 વિદ્યાર્થીઓ એડમિશન છોડી અન્ય જગ્યાએ જતા રહ્યા હતા.

આર્ટસ ફેકલ્ટીમાં 2500 અરજીઓ આવી છે. પ્રથમ વર્ષમાં 30 જુલાઇ સુધી ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા હાથ ધરાશે. વિદ્યાર્થીઓના પેન્ડીંગ ડોકયુમેન્ટને અપલોડ કરવાની છેલ્લી તારીખ 2 ઓગષ્ટ છે. 4 ઓગષ્ટે 80 ટકાથી વધુ માર્ક મેળવનારને પ્રવેશની કાર્યવાહી થશે. 5 ઓગષ્ટે 60 ટકાથી વધુ માર્ક મેળવનારને પ્રવેશ અપાશે. 6 ઓગષ્ટથી બાકીના તમામની પ્રવેશ કાર્યવાહી થશે. 17 ઓગષ્ટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગામ યોજાશે. 2500 વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી છે તેમાંથી 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શકયતા છે.

જોકે સમય જતા અન્ય જગ્યાએ પ્રવેશ મળે તો તેઓ તેમના પ્રવેશ કેન્સલ કરાવતા હોય છે. ગત વર્ષે 1900 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા બાદ 1100 વિદ્યાર્થીઓએ જ એફવાય બીએ પૂરું કર્યું હતું. 800 વિદ્યાર્થીઓએ પ્રવેશ કેન્સલ કરાવી દીધો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, યુનિવર્સિટીમાં ચાલતા ડિફેન્સ એન્ડ નેશનલ સીકયુરીટીના અભ્યાસક્રમમાં 60 બેઠકો સામે 126 અરજી આવી છે. જયારે હિન્દુ સ્ટડીઝનો કોર્સ પ્રથમવાર શરૂ થઇ રહ્યો છે જેમાં 60 બેઠકની સામે 31 અરજીઓ આવી છે. એમએની પ્રવેશ પ્રક્રિયા 30 જુલાઇ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. 10 ઓગષ્ટ સુધીમાં વર્ગો પણ શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...