વાંધા:સેનેટની યાદીમાં એકથી વધુ વાર નોંધાયેલાં 250 નામ કમી, 53 મતો રદ કરાયા, 23 નામોનો ઉમેરો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુનિવર્સિટીને 600 જેટલી અરજીઓ મળી

એમ.એસ.યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનામાં યોજાનારી સેનેટની ચૂંટણીમાં મતદાર રજિસ્ટ્રેશનમાં વાંધા અરજી પછી 250 જેટલા ડુપ્લિકેટ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. જયારે 53 નામો રદ કરાયા હતા. જેમાં સૌથી વધારે સોશ્યલ વર્ક ફેકલ્ટીના છે. યુનિવર્સિટીની સર્વોચ્ચ સત્તા ધરાવતી સેનેટની ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં યોજાવાની છે. વિવિધ તબક્કા પ્રમાણે યોજાનારી સેનેટની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિધ્ધ કર્યા પછી તેમાં વાંધા અરજી માટે 8 દિવસનો સમય અપાયો હતો. જેમાં 600 જેટલી વાંધા અરજીઓ મળી હતી.

યુનિવર્સિટી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરતા સમયે 250 જેટલા નામો જે એક થી વધારે વાર હતા એટલે કે ડુપ્લીકેટ હતા તેને કાઢી નાખવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે 102 ટેકનોલોજી ફેકલ્ટીના હતા. લો ફેકલ્ટીમાં 27,સોશ્યલ વર્કમાં 27, ફાઇન આર્ટસમાં 25, મેનેજમેન્ટમાં 11,કોમર્સમાં 21, સાયન્સમાં 26, પરર્ફોમીંગ આર્ટસમાં 7, ફાર્મસી-હોમ સાયન્સમાં 1-1 નામો જે ડુપ્લિકેટ હતા તે કાઢી નાખવામાં આવ્યા હતા.

બીજી તરફ 53 જેટલા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે સોશ્યલ વર્ક ફેકલ્ટીના 49 રજીસ્ટ્રેશન ડીલીટ કરવામાં આવ્યા હતા. જયારે સાયન્સ,કોમર્સ,એજયુકેશન,ટેકનોલોજીના મળીને કુલ 4 નામો ડીલીટ કરી દેવામાં આવ્યા હતા. જયારે 23 જેટલા નામો ઉમેરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...