મદદ:VYO દ્વારા યુવકને સારવાર અર્થે 2.50 લાખની સહાય

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે 
ધ્રુવ શાહની સારવાર અર્થે 2.50 લાખની સહાય અપાઈ હતી. - Divya Bhaskar
વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે ધ્રુવ શાહની સારવાર અર્થે 2.50 લાખની સહાય અપાઈ હતી.
  • યુવક GBS અને કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો

વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે શહેરના ધ્રુવ શાહની સારવાર અર્થે 2.50 લાખની સહાય આપવામાં આવી હતી. રેર ઓફ રેર જીબીએસ વાયરસ અને કોવિડ વાયરસથી સંક્રમિત થતા ગંભીર પરિસ્થિતિમાં સંકળાયેલા હોવાથી મેડિકલ સારવારમાં મદદરૂપ થવાના આશય સહાય અપાઇ હતી.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે શહેરના જ એક નાગરિક ભાવેશ શાહને તેમના પુત્ર ધ્રુવ શાહની સારવાર અર્થે વીવાયઓ પંચામૃત યોજના અંતર્ગત રૂપિયા 2.50 લાખની આર્થિક સહાય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજના મંગલ શુભાશિષ સાથે અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમી લાઈફ સાયન્સના સંયોજક ગીરીશ ચોવટીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, એમ સંકુલના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...