તૈયારી:250 બેડ વધારાશે : ત્રીજી લહેરને પહોંચી વળવા 10 હજાર બેડની સુવિધા કરાશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 ઇન્ડોર હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટ સાથે તૈયાર

શહેરમાં ઝડપભેર વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડાને પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે .જેને પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અંદાજે 10 હજાર બેડ તૈયાર રાખવા માટે કવાયત હાથ ધરી છે. હાલના તબક્કે વડોદરા કોર્પોરેશનની હદમાં આવતા દવાખાનાઓમાં અંદાજે આઠ હજાર જેટલા બેડ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.

જ્યારે શહેરની 106 હોસ્પિટલ કોરોના ની સારવાર માટે માન્યતા પ્રાપ્ત હોવાનું તેમજ સરકારી ત્રણ હોસ્પિટલ પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું કોરોના ની બીજી લહેર દરમિયાન શહેરમાં 7500 જેટલા બેડ રાખવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા શુક્રવારે શહેરના ખાનગી હોસ્પિટલો સાથે ઓનલાઇન મિટિંગ યોજી જરૂરી સૂચના અપાશે.

પાલિકા દ્વારા 4 ઝોનમાં 4 ઇન્ડોર હોસ્પિટલ પૈકી બે ઇન્ડોર હોસ્પિટલના 100 બેડ તૈયાર કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. માણેજા અને છાણી ખાતે તૈયાર બંને હોસ્પિટલમાં ખાનગી કંપનીના સીએસઆર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગુરુવારે લગાવેલા ઓક્સિજન પ્લાન્ટ બે દિવસમાં કાર્યરત કરવામાં આવશે.

રેલવેમાં બે દિવસમાં 8 લોકો પોઝિટિવ
લાલબાગની રેલવેની સ્ટાફ કોલેજ એન એ આઈ આર ખાતે બે કર્મચારીઓના પરિવાર મળી આઠ લોકો પોઝિટિવ થયા છે. આ સાથે પ્રતાપ નગર રેલવે હોસ્પિટલમાં60 જેટલા બેડ તૈયાર કરાયા છે. પાલિકાની મુખ્ય બિલ્ડિંગમાં એક કર્મચારી પોઝિટિવ આવ્યો છે.

મેળાવડા બંધ કરવા IMAનું સૂચન
ઈન્ડિયન મેડિકલ એસો.ના ગુજરાતના પ્રમુખ ડો.પરેશ મજમુદારના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા મેળાવડા બંધ કરવા જોઈએ તેમજ બાળકોનું રસીકરણ ઝડપથી પતાવવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...