તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ નહીં વતનમાં દિવાળી:25 વર્ષ બાદ NRI દંપતીએ સ્વજનો સાથે તહેવાર ઉજવ્યો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના તહેવારમાં દર વર્ષે લોકો વિદેશ અને ભારતમાં ક્યાંક ફરવા જતાં હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો વિદેશમાં નહિ પણ વતનમાં જ દિવાળી ઊજવી રહ્યા છે. વડોદરામાં બાજવાડા શેઠ શેરી સ્થિત કલ્યાણ બિલ્ડિંગના ખાંચામાં રહેતાં અમેરિકાના NRI દંપતીને કોરોનાના કારણે પોતાના વતનમાં પરિવાર, મિત્રો અને કુટુંબીજનો સાથે દિવાળી કરવાનો અનેરો અવસર મળ્યો છે.

વિદેશ જાય તે પહેલાં લોકડાઉન આવ્યું
પરીખ દંપતિએ જણાવ્યું કે, 25 વર્ષ બાદ હું મારા પરિવાર સાથે અને મારી પોળના મિત્રો સાથે દિવાળી મનાવી રહ્યા છીએ. બાજવાડા શેઠ શેરી સ્થિત કલ્યાણ બિલ્ડીંગના ખાંચામા રહેતા અમેરિકાના NRI નિરંજનભાઈ પરીખ (ઉ.વ.75) અને ઉર્વશીબેન પરીખ (ઉ.વ.70) અમેરિકાના કનેટીક્ટ ખાતે લગભગ 30 વર્ષથી સ્થાયી થયા છે. તેઓ દર વર્ષે ઉત્તરાયણ કરવા માટે ડિસેમ્બર માસમાં આવી જતા હતા.

આ વર્ષે પણ ઉત્તરાયણ મનાવા માટે આવ્યા હતા અને માર્ચ માસમાં પરત જવાના હતા. પરંતુ વિદેશ જાય તે પૂર્વે શરૂ થયેલી વૈશ્વિક કોરોનાં મહામારી ને કારણે સમગ્ર દેશ સહિત વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા વિદેશ જઈ શક્યા નથી. 25 વર્ષથી વિદેશમાં જ દિવાળી મનાવતા હતા. પરંતુ કોરોનાને કારણે મજબૂરી ગણો અથવા સંજોગ દિવાળી એમણે પોતાની પોળમાં પરિવાર-કુટુંબીજનો-મિત્રો અને શુભેચ્છકો સાથે દિવાળી મનાવવાનો અનેરો અવસર મળ્યો છે.

કુટુંબીજનો સાથે દિવાળી મનાવવાનો મોકો મળ્યો
નિરંજનભાઈએ જણાવ્યું કે, આ વર્ષે અમને દિવાળી મનાવવાનો મોકો મળ્યો છે. 25 વર્ષ બાદ વડોદરાની દિવાળીનો માહોલ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું છે. હવે અમે ઉત્તરાયણ પણ વડોદરામાં મનાવીને જ અમેરિકા પરત ફરીશું.પરીખ દંપતિએ જણાવ્યું કે, મારા બે સંતાનો યશ પરીખ અને રૂચિતા પરીખ અમેરિકામાં જ સ્થાયી થયેલા છે દર વર્ષે મારા સંતાનો સાથે દિવાળી મનાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો